નિરીક્ષણ:ડામર રોડ બન્યા બાદ થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શનના ટેન્ડર બહાર પડ્યાં

નસવાડી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 ડામર રોડ બન્યા બાદ થર્ડ પાર્ટી કામનું કેટલું ઈન્સ્પેક્શન કરશે?
  • વર્ષો પછી ખખડધજ બનેલા રોડ નવા મંજૂર થયા હતા

નસવાડી તાલુકામા છોટાઉદેપુર જિલ્લા માર્ગ મકાનના નસવાડી પાલસર કાધા રોડ, વાઘીયા મહુંડા કોલંબા રોડ, જેમલગઢ વડદલી રોડ, રાણીપુરા જામલી ઝેર રોડ, પલાસણી કાળીડોળી આમ આ પાંચ રોડની કુલ ચેનેજ અંદાજીત 40 કિમીની લબાઈના છે. જે રોડમા કેટલાય ડામર રોડ પૂર્ણ થઈ ગયા છે. જેમાં ફક્ત થોડી કામગીરી બાકી છે. જ્યારે એક-બે રોડની કામગીરી બાકી હોય તેમ જાણવા મળ્યું છે. પરંતુ હાલમાં જ છોટાઉદપુર જિલ્લા માર્ગ મકાન દ્વારા આ રોડના નિરીક્ષણ અને કામગીરીની ક્વોલિટીને લગતા થર્ડ પાર્ટી ઇન્સપેકશનના ટેન્ડર બહાર પાડ્યા છે. જેની અદાજીત રકમ 5.30 લાખ છે.

વર્ષો પછી ખખડધજ બનેલા રોડ નવા મંજૂર થયા હતા. સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી અને સાંસદ ગીતબેન રાઠવા દ્વારા આ રોડનું ખાત મુહૂર્ત કરાયું હતું. અને જેતે એજન્સીએ કામગીરી કરેલ છે. ત્યારે આ કામગીરીના થર્ડ પાર્ટી ઇન્સપેકશનના ટેન્ડર હાલ બહાર પડ્યા છે. જેની તાલુકામાં ચર્ચાઓ ઉઠી છે. ડામર રોડની કામગીરીનું ટેન્ડર હોય ત્યારે થર્ડ પાર્ટી હવે થઈ ગયેલ કામનું ટેન્ડર ભર્યા બાદ નિરીક્ષણ કરશે તો કામગીરીની ગુણવતાને લઈ કેવું નિરીક્ષણ તે ચર્ચાનો વિષય બન્યો છે. ફક્ત કાગળ પર નિરીક્ષણ કરાશે તેમ આજુબાજુના ગ્રામજનો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...