તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:નસવાડી કોવિડ કેર સેન્ટર ખાતે દર્દીઓની આરોગ્યલક્ષી સુવિધાને લઈ તંત્ર દ્વારા 10 ઓક્સિજનના બોટલ અપાયાં

નસવાડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે નસવાડી કોવિડ કેર સેન્ટરમાં દાખલ દર્દીને વધુ સારી આરોગ્ય સેવા મળશે
  • મુખ્ય કોવિડ કેર સેન્ટર આદર્શ નિવાસી શાળામાં શરૂ કરાયું છે

નસવાડી તાલુકાના મુખ્ય કોવિડ કેર સેન્ટર આદર્શ નિવાસી શાળામાં શરૂ કરાયું છે. જ્યાં આરોગ્યલક્ષી સેવામાં ડોક્ટરો સાથે અન્ય સ્ટાફ 24 કલાક કાર્યરત કરાયો છે. 50 બેડની સુવિધા શરૂ કરાઈ છે. ત્યારે કોવિડ કેર સેન્ટર શરૂ થયા બાદ ઓક્સિજનની સુવિધા ન હોય દર્દીને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવતા હતા. જેને લઈ સંખેડા ધારાસભ્ય અભેસિંગ તડવી સાથે રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ અને છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા તેમજ નસવાડી તાલુકા ભાજપ પ્રમુખ ડી.એફ.પરમાર દ્વારા ઓક્સિજનની સુવિધા નસવાડી કોવિડ કેર સેન્ટર પર શરૂ થાય તે માટે જિલ્લાના તંત્ર નર સતત તેઓ દ્વારા રજૂઆત કરાઈ હતી.

આખરે તંત્રએ નસવાડી કોવિડ કેર સેન્ટર પર 10 ઓક્સિજનના બોટલ આપ્યા છે. જેને લઈ હવે દર્દીને આરોગ્યલક્ષી સેવામાં ઓક્સિજનની સુવિધા નસવાડી મળી રહેશે અને વધુ સારવાર પણ મળી રહેશે. ઓક્સિજનના બોટલ આપવામાં આવતા નસવાડીના ગ્રામજનોએ તંત્રથી લઈ રાજકીય નેતાનો આભાર વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...