તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:નસવાડીમાં તાલુકા પંચાયત પ્રમુખનો વર્ષો જૂનો બંગલો નવો બનાવવા માંગ

નસવાડી6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગામડાનો બનેલ પ્રમુખ નસવાડીમાં રહે તે માટે બંગલો બનાવાયો હતો
 • આ જર્જરિત બંગલાનું વીજ કનેક્શન પણ કપાઈ ગયું છે

નસવાડી તાલુકા પંચાયત 22 તાલુકા સદસ્યોની પંચાયત છે. નસવાડી તાલુકાની બેઠકોમાં ખાસ ડુંગર વિસ્તારની પણ બેઠક છે. જેમાં ધારસિમેલની બેઠક કુકરદાની બેઠક આ બેઠકો પર ચૂંટાયેલ સદસ્યોને નસવાડી આવવું દરરોજ પોસાય પણ તેમ નથી કારણ કે આવતા જતા જ કલાકો થઈ જાય ત્યારે નસવાડી તાલુકા પંચાયતના પ્રમુખ કોઈપણ બને પરતું તે નસવાડી તાલુકા પંચાયતમાં કામગીરી કર્યા બાદ તેનાથી ઘરે ન જવાય અથવા તો દરરોજ ગામડામાંથી નસવાડી ન આવી શકાય તેને લઈ નસવાડી તાલુકા પંચાયત કચેરી સામે જ પ્રમુખનો બંગલો લખેલ જર્જરિત મકાન છે.

જે 15 વર્ષ પહેલા ડુંગર વિસ્તારના પ્રમુખ છેદલી બેન ડું ભીલ બન્યા હતા. ત્યારે ભાજપના કાર્યકરોએ બંગલો રિનોવેશન કરાવ્યો હતો. ત્યારબાદ ત્યાં પ્રમુખ રેહતા પણ હતા. ત્યારબાદ આ બંગલો એકદમ જર્જરિત થયો અને વીજ મીટર પણ કપાઈ ગયું છે. આ જગ્યા પણ સારી છે. ત્યારે હાલમાં નસવાડી તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ રાઠવા તેઓ ખાપરિયા ગામના છે. તેઓ નસવાડી આવે તોય તેમને કલાક થાય અને તાલુકા પંચાયતમાં બેસે પછી ઘરે જવું હોય તો ફટાફટ જવું પડે તેમ છે.

ત્યારે કોઈ કામગીરી થી રોકાવું હોય તો રોકાવા માટે પ્રમુખને જગ્યા નથી અને પંચાયત લક્ષિ સરકારના કામે ગયા હોય તો અડધી રાત્રે પણ નસવાડી રોકાવવા જગ્યા નથી. ત્યારે હાલમાં ભાજપના 13 સભ્યો બોડીમાં ચૂંટાયા છે અને પહેલી જ બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખનો બંગલો નવીન બનાવવા માગ કરાઈ છે. આ બાબતે હવે સરકારી તંત્ર નોંધ લે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો