મફત સુવિધાની માત્ર વાતો!:નસવાડીમાં સરકારલક્ષી મફત આરોગ્ય સેવાની વાતો પોકળ સાબિત થઈ રહી છે

નસવાડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડી સી એચ સી મા દાખલ દર્દી ઓ બોટલ ચઢાવે છે જે આઈ વી સેટ બજાર માંથી લાવે છે. - Divya Bhaskar
નસવાડી સી એચ સી મા દાખલ દર્દી ઓ બોટલ ચઢાવે છે જે આઈ વી સેટ બજાર માંથી લાવે છે.
  • આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર જિલ્લાના પ્રભારી મંત્રી હોવા છતાંય આરોગ્યલક્ષી સેવા કથળી
  • CHCમાં IV સેટ ન હોઇ દર્દીઓ વેચાતુ લાવી સારવાર કરાવવા મજબૂર

નસવાડી તાલુકાના 212 ગામનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે. જે આરોગ્ય કેન્દ્રમા દર્દીઓ દાખલ થાય ત્યારે તેઓને બોટલ ચઠાવવાના હોય તો બહાર દવાની દુકાનમાંથી આઈવી સેટ લાવી સારવાર કરાવવા મજબુર બન્યા છે. સરકાર લક્ષિ મફત આરોગ્ય સેવાની વાતો પોકળ સાબીત થઈ રહી છે.

નસવાડી તાલુકાના 212 ગામનું સીએચસી જે દવાખાનામા આરોગ્ય લક્ષિ સુવિધાઓ આપવા માટે ડોક્ટરો-નર્સ છે. પરંતુ આરોગ્ય લક્ષિ સુવિધાના સાધનોનો અભાવ છે. જેમાં નસવાડીના સરકારી દવાખાનામા દર્દીઓ મફત સારવાર કરાવવા માટે આવે છે. દર્દીને બોટલ ચઢાવવા હોય ત્યારે દવાખાનામા આઈવી સેટનો અભાવ છે. આઈવી સેટ કેટલાય મહિનાથી નથી. આ બાબતે નસવાડી સીએચસીમા તપાસ કરતા ગ્રાન્ટનો અભાવ છે. તેમજ આઈવી સેટનો જે કોન્ટ્રકટ છે. જેને લઈ કોઈ પ્રોબ્લમ થયો હોવાથી આઇવી સેટ ઉપરથી આવતા નથીનું જાણવા મળ્યું છે. એટલે દાખલ દર્દી જાતે દવાની દુકાનમાંથી આઈવી સેટ લાવે, પછી તેને બોટલ ચઢાવવામા આવે છે.

રાજ્યના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર જિલ્લાના પ્રભારી મંત્રી હોવા છતાંય આરોગ્ય સેવા કથળતી હોય તેમ દેખાઈ રહ્યું છે. થોડા દિવસ પહેલા જિલ્લા સદસ્ય આ દવાખાનામા મુલાકત કરી હતી. છતાંય પરિસ્થિતિમા જોઈએ તેટલો સુધારો આવ્યો નથી. સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી પણ દવાખાનામા મુલાકત કરવાના હતા. છતાંય તેઓ કામમા વ્યસ્ત હોઇ હજુ આવ્યા નથી. સગર્ભા બહેનો આઈવી સેટ ખરીદ કરી સારવાર કરાવવા મજબુર બની છે. ત્યારે જનની સુરક્ષા તેમજ આરોગ્ય લક્ષિ સેવાના તમામ સૂત્રો નસવાડીમા ફારસ રૂપ બન્યા છે. રોગી કલ્યાણ સમિતિના અદયક્ષ સાથે જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને નેતાઓ આ બાબતે ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.

સગર્ભા છું, જાતે આઈવી સેટ લાવી છું
આદિવાસી મહિલાઓ આ રીતે વેચાતું લાવી સારવાર કરાવે એનોશું મતલબ. હું પોતે બોટલ ચઢાવવા આઈવી સેટ વેચાતું લાવી છું. મારી જોડે મારા પતિ છે. તેઓ લાવ્યા છે. મમતા કાર્ડ છે. છતાંય મફત સારવાર નહીં મળી. એનું દુઃખ છે. બીજા ગરીબ દર્દીઓનું શુ? - ગીતાબેન ભીલ, ચામેઠા

જાતે આઈવી સેટ લાવ્યા એનો શુ મતલબ
ટીવીમા જે જાહેરાતો આરોગ્ય સેવાની આવે છે. તે જોઈને હવે ટીવી ફોડી નાખું એવું થાય. આ દવાખાનામા છે. જાતે આઈવી સેટ લાવ્યા એનો શુ મતલબ. સરકારે બધું જોવું જઈએ. જે બતાવે છે તેના કરતા જાતે તપાસ કરે કેટલી સુવિધાઓ મળે છે. - શનાભાઈ ભીલ, દર્દીના સગા, પરવાન ગામ

ઉત્સવો થાય પણ સુવિધા પૂરતી નથી
આરોગ્યની સુવિધાઓની બધી વાતો નેતાઓ કરે છે. આવો સરકારી દવાખાને દર્દીઓ જાતે ખરીદ કરી આઈવી સેટ લાવે. અન્ય કઈ કેટલું દવા આમતેમ લાવે. પછીએનો શુ મતલબ. ઉત્સવો માટે રૂપિયા છે. પરંતુ આદિવાસીઓની સુવિધા માટેનું 212 ગામનું દવાખાનું છે. ત્યાં નેતાઓ ડોક્યુ કરે અને જોવે કેટલી સુવિધાઓ કાર્યરત છે. મીડીયામા આવે તોય આ તંત્ર જાગે ન તો હવે આ રજુવાત સાભળશે કોણ? - ધીરુભાઈ ભીલ, માજી ધારાસભ્ય, સંખેડા

અન્ય સમાચારો પણ છે...