ભાજપ સરકાર પર આક્ષેપ:કોંગ્રેસ મુક્તની વાત કરતી ભાજપ હાલ કોંગ્રેસ યુક્ત પાર્ટી છે : સુખરામ રાઠવા

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડદલી ગામે પાંચ ગ્રામ પંચાયતના સન્માન કાર્યક્રમમા આવેલ વિપક્ષ નેતાનો હુંકાર

નસવાડી તાલુકાની પાલા, સિંધીકુવા(રો), ધામસિયા, ઝરખલી, જેમલગઢ આમ પાંચ ગ્રામ પંચાયત દ્વારા વડદલી ગામે વિપક્ષ નેતા સુખરામ રાઠવા આદિવાસી વિસ્તારના પ્રશ્નોને સતત વિધાનસભામા ઉજાગર કરે છે. તેમનું સન્માન અને માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલને અગામી વિધાનસભાની ચૂંટણીમા સમર્થન આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. તેઓ પહેલી વખત નસવાડી તાલુકાના ગામડાના કાર્યક્રમમા આવ્યા હોઇ ભાજપ સરકાર પર અનેક આક્ષેપ કરી ચાબખા માર્યા હતા.

જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ હિન્દુ ધર્મના જ્ઞાન ન ધરાવતા હોય તેઓ આવું બોલી કઈ રીતે શકે તેમ જણાવ્યું હતું. તેમજ જિલ્લામાં ગ્રાન્ટ માટે ઉઘાડી લૂંટ ચાલી છે. પૈસાની વાત છે. કામ માટે પૈસા, કામ પૂરું થાય તો પૈસા આપવા પડે નો આક્ષેપ જાહેર મંચથી કર્યો હતો. ચૂંટણી ગમે ત્યારે આવે કોંગ્રેસ પક્ષ તૈયાર છે. આગામી વિધાનસભાની ચૂંટણીમા 125 પલ્સ કોંગ્રેસ પક્ષ બેઠકો લાવશે તેમજ હાર્દીક પટેલને ભાજપ પક્ષ બોલાવે છે. પણ હાર્દીક સમજદાર છે. તે કોંગ્રેસમા રહેશે અને કોંગ્રેસ મુક્ત ભાજપનો સૂત્ર હતો હાલ ભાજપ યુક્ત કોંગ્રેસ થઈ ગઈ છે નું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...