પ્રશ્નો ઉકેલવા માગ:છોટાઉદેપુરની 343 ગ્રામ પંચાયતના તલાટીઓ હડતાળમાં જોડાશે

નસવાડી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડી ખાતે તલાટી કમ મંત્રીઓની બેઠકમા ચર્ચા કરાઈ. - Divya Bhaskar
નસવાડી ખાતે તલાટી કમ મંત્રીઓની બેઠકમા ચર્ચા કરાઈ.
  • નસવાડીમાં મળેલ બેઠકમાં ચર્ચા કરાઇ, વર્ષો જૂના પડતર પ્રશ્નો ઉકેલવા માગ

છોટાઉદેપુર જિલ્લાની 343 ગ્રામ પંચાયત આવેલ છે. ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીઓ કામગીરી કરે છે. અવાર નવાર રાજ્ય મંડળના આદેશ મુજબ તલાટી કમ મંત્રીઓ વિરોધ પ્રદર્શન કરી ચુક્યા છે. જેમાં અલગ અલગ કાર્યકમો પણ સરકાર સામે તલાટીઓ પોતાની માંગને લઈ આપી ચુક્યા છે. છતાંય દર વખતે તેમની માંગણીઓ ધ્યાન પર લેવાતી નથી.

રાજ્યના પંચાયત વિભાગ દ્વારા તલાટીને સમજાવેલ છે. છતાંય તલાટી કમ મંત્રીઓના જે પ્રશ્નો છે તે હજુ ઠેરના ઠેર છે. જેને લઈ આ વખતે કોઈ કાર્યકમ નહીં કરી સીધા 2 ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં તલાટી કમ મંત્રીઓએ અચોકસ મુદતની હડતાળ પર ઉતરવાનું નક્કી કર્યું છે. જેમાં જે તે જિલ્લાના તલાટી કમ મંત્રીઓના પ્રમુખ તેમજ મંડળના હોદ્દેદારો સાથે રાજ્ય તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ચર્ચા પણ કરાઈ છે.

જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાની 343 ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓ પણ 2 ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળમાં જોડાનાર છે. નસવાડી કોમ્યુનિટી હોલમાં જિલ્લાના તલાટી કમ મંત્રીઓ ભેગા થયા હતા અને હડતાળને લઈ ચર્ચા કરી હતી.

સાવલી તા.ના તલાટીઓનું 2 ઓગસ્ટથી થનાર રાજ્યવ્યાપી હડતાળને સમર્થન
રાજ્યભરના તલાટીઓના પડતર પ્રશ્નોના મુદ્દે સાવલી તાલુકાના તમામ તલાટીઓ આગામી 2 ઓગષ્ટથી અચોક્કસ મુદતની રાજ્ય વ્યાપી હડતાળને સમર્થન આપીને હડતાળમાં જોડાતા સમગ્ર તાલુકાનું રેવન્યુ કામ ઠપ્પ થઈ જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. સમગ્ર રાજ્યના તલાટી કમ મંત્રીઓ પોતાની વિવિધ પડતર માંગની મુદ્દે વખતોવખત સરકાર સાથે રજૂઆત કરીને વિચાર વિમર્શ કર્યા હતા અને ચર્ચા કરી હતી. પરંતુ સરકાર દ્વારા 2004/6 ભરતી થયેલ તલાટીઓને સળંગ ગણવા માટે સરકારના પરિપત્રમાં વિસંગતતા ઊભી થવાને કારણે સમગ્ર રાજ્યના તલાટીઓમાં અસંતોષ ફેલાયો હતો. જિલ્લા તલાટી મહામંડળના પ્રમુખ વિજય કલોતરાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આગામી બીજી ઓગસ્ટથી હડતાળમાં તમામ વહીવટી કામ બંધ કરી દેવાશે. પરંતુ ડિઝાસ્ટર અને ઇમર્જન્સીની સેવાઓમાં તલાટીઓ હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...