તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:નગરમાં સ્વચ્છતા અને ST બસ સ્ટેન્ડનું કામ ઝડપી કરવા તલાટીને સૂચન કરાયું

નસવાડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
નસવાડી સામૂહિક શોચાલય પર ધારાસભ્ય સફાઈનું નિરીક્ષણ કર્યું. - Divya Bhaskar
નસવાડી સામૂહિક શોચાલય પર ધારાસભ્ય સફાઈનું નિરીક્ષણ કર્યું.
 • ધારાસભ્યે નસવાડીની અચાનક મુલાકાત લેતાં લોકોમાં ચર્ચા
 • સામૂહિક શૌચાલયની હાલત જોઈ ધારાસભ્ય ચોકી ઉઠ્યા હતા

સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી ચૂંટણી જીત્યા બાદ સૌથી પહેલો તેમને નસવાડીના ભર બજારમા શોચાલયની સુવિધા ઉભી કરવાનો હતો. જેનું મુખ્ય કારણ નસવાડીના બજારમા સામૂહિક શોચાલય ન હોય સૌથી મોટી સમસ્યા મહિલાઓ બસ સ્ટેન્ડમા આવી હોય અથવા કોઈ બસ ઉભી હોય તો તે ક્યાં જાય. જેને લઈ નસવાડી બસ સ્ટેન્ડ તોડીને સામુહિક શોચાલહ બનાવવામા આવ્યું હતું. ત્યારબાદ તેની દેખરેખ માટે એક રોજમદાર પણ રખાયો હતો. પરંતુ તેને પૂરતો પગાર મળતો ન હોય અને પૂરતી સફાઈને લગતી સુવિધાના સાધનો મળતા ન હોય આખરે સંખેડા ધારાસભ્ય અચાનક મંગળવારના રોજ બજારમાંથી પસાર થતા તેઓ શોચાલયની પરિસ્થિતિ જોવા ઉતર્યા હતા અને અંદર ગંદકી અને સફાઈની અનિયમિતાને લઈ તરત રોજમદાર સાથે ચર્ચા કરી હતી. શોચાલય નવીન બન્યું હતું. પરંતુ હાલ ટાઈલ્સ જોવે તો ગમેના તેવી ખરાબ થઈ ગઈ હોય બધું જોઈ ધારાસભ્યએ નસવાડી તલાટીને સ્થળ પર બોલાવી જરૂરી સૂચનો કર્યા છે. સાથે એસ ટી બસ સ્ટેન્ડ જે મુસાફરોને બેસવા માટેનું કામ ચાલુ છે. તે ઝડપથી પૂર્ણ કરવાના સૂચનો કરાયા છે. અચાનક ધારાસભ્યની મુલાકતથી લોકોમાં ભારે ચર્ચા થઈ હતી. સફાઈ બાબતે ધારાસભ્ય સૂચનો કર્યા છે. હવે અમલ ક્યારે થાય છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો