ભાસ્કર વિશેષ:નસવાડી-જીતપુરા રોડ પાસે ઉતારેલા વીજપોલ તકલાદી

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક વીજપોલની તૂટેલી હાલત : ખેતીની લાઈનના વીજપોલ હોવાથી કોઈને કંઈ પડી નથી
  • તકલાદી વીજપોલ ખેતરમા ઊભા કરાય તે પહેલાં તેની ગુણવત્તા ચકાસવામાં આવે તેવી ખેડૂતોની માગ

નસવાડી તાલુકાના અનેક ગામડામા વિજપોલ રોડની બાજુમા ઉતારવામાં આવતા હોય છે. જે વિજપોલ મોટા ભાગે એજન્સીઓ મારફતે ઉતારવામાં આવતા હોય છે. જેમાં ખેતીની વિજ લાઈનના કનેક્શન પૂરતા વિજપોલ મોટી માત્રમા ઉતારવામાં આવતા હોય છે. નસવાડી જીતપુરા રોડની બાજુમા મોટી માત્રમા વિજપોલ ઉતારવામાં આવ્યા છે. જેમાં અનેક વિજપોલ વચ્ચેથી, આજુબાજુથી તૂટેલા છે. 24 ફૂટના વિજપોલ તૂટી ગયા છે. આમ તો વિજપોલ જ્યારે ઉતારતી વખત તૂટી જતા હોય છે.

નસવાડી તાલુકામાં ઉતારવમાં આવતા વિજપોલની ગુણવત્તા પર પ્રશ્નો ઉભા થયા છે. મધ્ય ગુજરાત વીજ કંપનીના રુલર ઇલેક્ટ્રિફિકેશન વિભાગ દ્વારા વિજપોલ ગામડામાં પહોંચાડતા હોવાનું જાણવા મળ્યુ છે. જ્યારે નસવાડી મધ્ય ગુજરાત વીજ કપની દ્વારા આ વિજપોલ ઉતરવામાં આવ્યા નથીનું જણાવ્યું છે. હાલ તો તકલાદી વિજપોલની પોલ ખુલી છે. ત્યારે આવા તકલાદી વિજપોલ ખેડૂતોના ખેતરમા ઉભા કરાય તે પહેલા તેની ગુણવતા ચકાસવામાં આવે તેવી ખેડૂતો માગ છે.

અન્ય સમાચારો પણ છે...