તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:મેણ અને અશ્વિન નદી પર બનનારા બે નવીન પુલ માટે સર્વે કરાયો

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગઢબોરીયાદ, ચંદનપુરા, જામલી છેવટ રોડ પર બે પુલ બનાવવા માટે નદી પર સર્વે કરાયો હતો. - Divya Bhaskar
ગઢબોરીયાદ, ચંદનપુરા, જામલી છેવટ રોડ પર બે પુલ બનાવવા માટે નદી પર સર્વે કરાયો હતો.
  • ગઢબોરીયાદથી ચંદનપુરા, જામલીથી છેવટને જોડતાં ગામના રસ્તા પર પુલ બનશે

નસવાડી તાલુકાના અનેક ગામડા એવા છે જયાં સરકારી તંત્રે જવું હોય તો મુશ્કેલીઓ પડે છે. તો દરરોજ રોજિંદુ જીવન જીવતા ગ્રામજનોની પરિસ્થિતિ શુ થતી હશે. ખાસ તો ચોમાસાના 4 માસ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તાર અને નસવાડી નજીકના પણ ગ્રામજનો વરસાદ હોઇ અને નદીઓમા ભારે પાણી હોઇ ભારે મુશ્કેલીઓ ભોગવતા હોય છે.

સંખેડા ધારાસભ્ય અભેસિગ તડવીની અવાર નવારની તેમના મત વિસ્તારના લોકોની મુશ્કેલી રજૂઆતને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગઢબોરીયાદથી ચંદપુરા ગામ વચ્ચે અશ્વિન નદી આવે છે અને જામલીથી વાંદરિયા છેવટ ગામને જોડતાં રસ્તા પર મેણ નદી આવે છે. બન્ને નદીઓ પર અદાજિંત 10 કોરોડના ખર્ચે 100 મિટરના બે પુલ બનાવાવા માટેનું સર્વે કરાયું છે.

હાલ ગઢબોરીયાદથી ચંદનપુરા, જામલી, વાદરીયા છેવટ સુધી 10 કિલોમીટરનો રસ્તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો બની રહ્યો છે. ત્યારે આ રોડ પર બે પુલના સર્વેને લઈ ગાંધીનગર અને સુરતની કન્સલ્ટન્ટ એજન્સીઓએ સર્વે કર્યું હતું. છોટાઉદેપુર પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજેનર એચ. સી. વસાવા સાથે નસવાડી આર એન્ડ બીના એસ ઓ ફતુંરામ પ્રજાપતિ હાજર રહી સ્થળ લોકેશન પર કામગીરી કરાવી હતી. વિસ્તારમા બે પુલ બનશેની ખબર પડતાં 50થી વધુ ગામડા સીધા કવાંટ તરફ જઈ શકશે. જેની ગ્રામજનો હમણાંથી ખુશી વ્યક્ત કરી છે અને આદિવાસી વિસ્તાર માટે આ કામગીરી થશે તો સોનાનો સુરજ ઉગ્યો સમાન કેહવાશેનું ગ્રામજનોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...