તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રામજનોમાં રોષ:બરોલી ગામે નલ સે જલ યોજનાના નવા કામ ઉપરછલ્લું રિપેરિંગ કરાયું

નસવાડી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
બરોલી ગામે નલ સે જલના કામનું રિપેરીગ કામમાં ફક્ત નળની થાભલી પૂરતું કરાયું હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો છે. - Divya Bhaskar
બરોલી ગામે નલ સે જલના કામનું રિપેરીગ કામમાં ફક્ત નળની થાભલી પૂરતું કરાયું હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો છે.
  • નવા કામમાં વેઠ ઉતારવામાં આવતાં ગ્રામજનોમાં રોષ
  • ગ્રામ પંચાયત ઈજેનર રાખી કામગીરી પર ધ્યાન આપે : ગ્રામજનો

નસવાડીના બરોલી ગામે નલ સે જલ યોજનાની કામગીરીમા ઘર આંગણે નળ મુકવામાં આવે છે. જે નળ ઉભા કરેલ હતા. જેની કામગીરીની ગુણવત્તા જળવાઈ ન હોય જેને લઈ ગ્રામજનોમા ભારે રોષ ઉઠ્યો હતો. જે બાબતે મુદ્દો ગ્રામજનો ના નિવેદન સાથે ચગ્યો હતો. ત્યારબાદ નલ સે જલ યોજનાના અધિકારી સ્થળ મુલાકત કરી હતી અને જેતે કામ કરનાર એજન્સીના માણસોને કામ કરવા બાબતે સૂચનો આપ્યા હતા. જે સૂચનો શેઠની શિખામણ ઝાપા સુધી ના હોય તે રીતે અમલ કરાયો હતો.

જે ઘર આંગણે નળ મુકેલ તેની થાભલીઓ હાલતી હતી. તેની આજુબાજુ ફક્ત રેતી સિમેન્ટનો માલ બનાવી રિપેરિંગ કરાઈ હતી. જ્યારે જે કામગીરી નવીન કરવાની છે અને જે કામ હજું શરૂ થયું તેં કામ વ્યવસ્થિત કરવા માટે ગ્રામજનોની માગ હતી. પરંતુ તે કામના નળની કામગીરી ફકત ઉપટ જાપટ રિપેરિંગ કરાઈ છે.

ગામની મહિલાઓના જણાવ્યા મુજબ સાહેબ આવ્યા હતા. પરંતુ જે કામ હતું તેવું જ છે. જમીનમાં ખોદયું જ નથી. વરસાદમાં ભાગી જાય એવું લાગે છે. જેને લઈ ગ્રામજનો હવે ગ્રામ પંચાયતને ઇજેનર પગારથી રાખી વ્યવસ્થિત નળની કામગીરી કરવા માગ કરવાનું કહ્યું છે. ઘર આંગણે નળ મુક્યા તેના થાળની કામગીરી રેતી, કપચી, સિમેન્ટ સાથે વ્યવસ્થિત કામગીરી કરવાની છે તે કામગીરી નવી વ્યવસ્થિત થઈ જ નથી. તો રિપેરિંગ કરવાનો શુ મતલબ? તેવા ગ્રામજનો આક્ષેપ કર્યા છે.

યોજનાના 13 લાખ ચૂકવતા પહેલા તમામ ગ્રામજનોના ઘર આંગણે મુકેલ નળની કામગીરી માટે વિજિલન્સ તપાસની માંગ ગ્રામજનો કરવાનું નક્કી કર્યું છે. આઝાદીના વર્ષો બાદ પાણીની સુવિધા સરકાર કરે તો કામગીરી વ્યવસ્થિત કરવા હર્ષદભાઈ ભીલ સાથે ગ્રામજનની માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...