તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છોટાઉદેપુર જિલ્લા ભાજપ પક્ષની નવીન બોડી બની છે. જેમાં નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો હોય જેમાં અનેક માજી ધારાસભ્યથી લઈ તાલુકાના ચૂંટાયેલા સદસ્યો પણ ભીલ સમાજના છે અને નસવાડી તાલુકામાં 95 ટકા વસતી ભીલ સમાજની છે. સાથે તીલકવાળા, ગરડેશ્વર, નાંદોદ, નસવાડી, સંખેડા આમ પાંચ તાલુકામા મેવાસ ભીલ સમાજનો દબદબો છે. ત્યારે જિલ્લા ભાજપની બોડીમા ભીલ સમાજનો એપકન કાર્યકરને હોદ્દો આપેલ ન હોય અને જિલ્લાની નવીન બોડીની રચના થઈ જતા નસવાડીથી મેવાસ ભીલ સમાજ સુરત ખાતે ભાજપ પ્રમુખ સી. આર. પાટીલને મળવા પોહચ્યાં હતા.
અને બધાની રજૂઆત સી. આર. પાટીલ દ્વારા સાંભળવામાં આવી છે અને આ બાબતને લઈ છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખને ભીલ સમાજના આગેવાનોને બોડીમાં સમાવેશ કરવા આદેશ કર્યો છે. ત્યારે હવે જિલ્લા ભાજપની બોડીમા ભીલ સમાજના સદસ્યોને હોદ્દો મળે છે કે નહીં તે જોવું રહ્યંુ. કારણ કે આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા ભીલ સમાજની ભાજપમા અવગણના ન થાય તે બાબતે પ્રદેશ કક્ષાએ રજૂઆત થાય તેવી ચર્ચ ઓ ઉઠી છે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.