આવેદન:નસવાડીમાં 15માં નાણાપંચની ગ્રાન્ટના આયોજન માટે રજૂઆત

નસવાડી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

નસવાડી તાલુકા પંચાયતમા 22 સદસ્યો છે. જેમાં તાલુકા પંચાયતમા હાલ ભાજપની બોડી કાર્યરત છે. જેમાં 13 સભ્યો ભાજપના અને 9 સભ્યો કોંગ્રેસના છે. જેમાં તાલુકા પંચાયતમા વિકાસ લક્ષિ કામોનું આયોજન અલગ અલગ યોજનામા થાય છે. હાલમાં 15મા નાણાપંચની ગ્રાન્ટના 20 ટકા રકમના કામોનું આયોજન તાલુકા પંચાયતમા કરવાનું છે. જે આયોજન થઈ ગયું હોવાની જાણ તાલુકા પંચાયત સભ્યોને થતા. કોગેસ વિરોધ પક્ષના લેટર પર લેખીતમા કોંગ્રેસના સભ્યોએ નસવાડી ટીડીઓને આવેદનપત્ર આપ્યું છે. સાથે આયોજન બતાવવું અને વિકાસ લક્ષિ કામો કોંગ્રેસ સભ્યો ના લેવા રજુઆત કરાઈ છે.

ગુરુવારના રોજ નસવાડી તાલુકા પંચાયતમા ગાંધી ચિંધ્યા માર્ગે જઈ વિરોધ પ્રદશન કરવાનું તાલુકા સદસ્યોએ લેખીતમા ટીડીઓને જાણ કરી છે. મુકેશ ભીલ જિલ્લા સદસ્યના જણાવ્યા મુજબ વિકાસના કામોના આયોજનમા દરેક સભ્યોને કામ મળવા જોઈએ. પરંતુ નિયમો વિરુદ્ધ આયોજન થાય છે. જેને લઈ બધા વિરોધ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...