તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:નસવાડીના ગામે-ગામે શિક્ષકો દ્વારા શરૂ કરાયેલા શેરી શિક્ષણ તરફ વિદ્યાર્થીઓ આકર્ષાવા લાગ્યા

નસવાડી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
રામાંપ્રસાદી ગામમાં શિક્ષકો વિદ્યાર્થીઓને વૃક્ષ નીચે અભ્યાસ કરાવી રહ્યા છે તેની તસવીર. - Divya Bhaskar
રામાંપ્રસાદી ગામમાં શિક્ષકો વિદ્યાર્થીઓને વૃક્ષ નીચે અભ્યાસ કરાવી રહ્યા છે તેની તસવીર.
  • વૃક્ષ નીચે અથવા બાળકોને ગમે તેવી જગ્યાએ શિક્ષણ કાર્ય શરૂ કરાયું

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ અને ડુંગર વિસ્તારના કેટલાક એવા વિસ્તાર છે. જયાં નેટવર્કનો અભાવ જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીને લઈ વિદ્યાર્થીઓને સ્કૂલમાં જવા માટે શિક્ષણ વિભાગ તરફથી રોક લગાવામાં આવી છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર ન પડે તે માટે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જ્યા નેટવર્કનો અભાવ નથી ત્યાં વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. પરતું જ્યા વિદ્યાર્થીઓને નેટવર્કની સમસ્યા છે તે ગામના વાલીઓ સાથે વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મૂકાયા છે.

જેને લઈ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને શેરી શિક્ષણ શરૂ કરવા આદેશ કરાયો હોય. હાલ નસવાડી તાલુકાના 212 ગામમાં શેરી શિક્ષણની કામગીરી શિક્ષકો કરવી રહ્યા છે. વિદ્યાર્થીઓને આકર્ષવા માટે શેરી શિક્ષણમાં એક ગામના એક ફળીયાના વિદ્યાર્થીઓને ગમે તેવી જગ્યાએ શિક્ષણ કાર્ય શરૂ કરાયું છે. ખાસ તો બ્રિજ કૉસના અભ્યાસને લગતી વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા સમજ અપાઈ રહી છે. રામાપ્રસાદીના શિક્ષિકા રાધાબેન ચૌહાણ અને આચાર્ય લવજી ઠાકોરના જણાવ્યા મુજબ આદિવાસી બાળકોને અભ્યાસ કરાવવા અમે મહેનત કરીએ છે.

કારણ કે એવા વાલીઓ પણ છે જેમની પાસે એન્ડ્રોઇડ મોબાઈલ નથી અને ઓનલાઈનની શિક્ષણ વ્યવસ્થા નથી તો શેરી શિક્ષણ તરફ વિદ્યાર્થીઓ વધુ આકર્ષિત થાય તેવા અમે ગ્રામજનો સાથે મળી પ્રયાસ કરી શિક્ષણ આપી રહ્યા છે. નસવાડી તાલુકાના ગામડામાં શેરી શિક્ષણ શરૂ કરાયું હોય હાલ તો બાળકો સવારથી પોતાના દફતર લઈ શેરી શિક્ષણની પ્રવૃતિમાં લાગી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...