તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીની તૈયારી:નસવાડીમાં 352 પ્રીસાઈડિંગ ઓફિસરોને EVMની તાલીમ આપવા સ્ટ્રોંગરૂમ ખોલાયા

નસવાડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
સ્ટ્રોંગરૂમમાંથી ઈવીએમ મશીન બહાર કાઢ્યાં તે તસવીર - Divya Bhaskar
સ્ટ્રોંગરૂમમાંથી ઈવીએમ મશીન બહાર કાઢ્યાં તે તસવીર
 • 22 તાલુકા, 5 જિલ્લા પંચાયતની ચૂંટણીની કામગીરી શરૂ
 • ડે.ડીડીઓ, મામલતદાર , ટીડીઓની હાજરીમાં EVM મશીન કાઢવામાં આવ્યાં

નસવાડીમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ નસવાડી હાઈસ્કૂલના બે સ્ટ્રોંગરૂમમાં ઈવીએમ મશીન અને બેલેટ યુનિટ મશીન મુકવામાં આવ્યા હતા. હવે જ્યારે ઈવીએમ મશીનને લગતી તાલીમ આપવાની છે ત્યારે ટ્રેનિંગ માટેના ઇવીએમને બહાર કાઢવા કામગીરી કરવામાં આવી હતી.

નસવાડી તાલુકાના 160 બુથ પર પ્રીસાઈડીગ અને આસિ. પ્રીસાઈડિંગ અધિકારીઓ ફરજ બજાવશે. જેના ભાગરૂપે નસવાડીના 176 પ્રિસાઇડિંગ અને 176 આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ અધિકારીઓ મળી કુલ 352ને તાલીમ આપવાની કામગીરી કરવામાં આવશે. નસવાડીના સ્ટ્રોંગ રૂમમાં મુકેલા ઈવીએમ મશીન છોટાઉદેપુર ડે. ડીડીઓ આનંદકુમાર ઉકાણી અને નસવાડી મામલતદાર જી આર હરદાસણી અને નસવાડી ટીડીઓ એસ જે ચૌધરી આ ત્રણે ચૂંટણી અધિકારીઓની હાજરીમાં ઈવીએમ મશીન મુકેલા સ્ટ્રોંગ રૂમના સીલ ખોલવામાં આવ્યા હતા અને તાલીમના ઈવીએમ મશીન સાથે બેલેટ યુનિટ મશીન બહાર કાઢવામાં આવ્યા હતા. સાથે સાથે બન્ને રૂમને ફરી અધિકારીની હાજરીમા સીલ કરાયા છે. નસવાડી તાલુકાની 22 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ તંત્ર કામગીરીમાં જોતરાઈ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો