કામગીરી:નસવાડીના ડુંગર વિસ્તારમાં પોલીસ‎ દ્વારા કડક પેટ્રોલીંગ હાથ ધરાયું‎

નસવાડી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાંકડીબારી ગામે હિન્દુ સંગઠનો ધર્માંતરણનો વિરોધ કરવા જવાના હોય  નસવાડીના ડુંગરમાં પોલીસ કડક પેટ્રોલીગ કર્યું છે. - Divya Bhaskar
સાંકડીબારી ગામે હિન્દુ સંગઠનો ધર્માંતરણનો વિરોધ કરવા જવાના હોય નસવાડીના ડુંગરમાં પોલીસ કડક પેટ્રોલીગ કર્યું છે.
  • સાંકડીબારી ગામે હિન્દુ સંગઠનો ધર્માતરણનો વિરોધ કરવા જવાના છે‎

નસવાડીના ડુંગર વિસ્તારના સાંકડીબારી ગામે ખ્રિસ્તીમા નવું જીવનનો આદ્યત્મિક બે દિવસના મેળાનું આયોજન કરાયું છે. જેનો હિન્દુ સંગઠનો તેમજ વીએચપી બજરંગ દળના કાર્યકરોઆ કાર્યકમનો વિરોધ કર્યો હતો. કાર્યકમ 9 તારીખ ના થવાનો હોય. પરંતું નસવાડી પોલીસે એ કાર્યકમની કોઈ મજૂરી ન હોય કાર્યકમ રદ કરાયોનું જણાવ્યું હતું.

છતાંય 9 તારીખના રોજ કેટલાક હિન્દુ સંગઠનો સાંકડીબારી ગામે પહોંચી રામધૂનનો કાર્યકમ કરીશું અને ત્યાં શું થાય છે તે જોવા જવાની જાહેરાત કરી છે. નસવાડી પીએસઆઇ સી. ડી. પટેલ તેમજ એલઆઈબી પોલીસ અને ટાઉન પોલીસનો સ્ટાફ સાંકડીબારી ગામે સવારથી પહોંચી ગયો હતો. અને ખ્રિસ્તીમા નવું જીવન કાર્યકમ તો રદ કરાયો છે છતાંય હિન્દુ સંગઠનો આવે અને ઘર્ષન ઉભું થાય કરી નસવાડી પોલીસ કાયદો વ્યવસ્થાને લઈ ડુંગર વિસ્તારમા સતત પેટ્રોલીગ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...