તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ચોશલપુરા પ્રાથમિક શાળાની શિક્ષિકાની રમકડાંની કૃતિની રાજ્ય કક્ષાએ પસંદગી

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા-જિલ્લા કક્ષા બાદ રાજ્ય કક્ષાએ પણ કૃતિ રમકડાં મેળા માટે પસંદગી થઈ
  • લોકડાઉનમા શિક્ષકોને રાજ્ય સરકારે રમકડાંની કૃતિઓ બનાવવાની કામગીરી સોંપી હતી

‘મન હોય તો માંડવે જવાય’ એ કહેવત ચોશલપુરા પ્રાથમિક શાળાની શિક્ષિકા ગોસાઈ કિંજલબેને સાબીત કરી છે. લોકડાઉનમા બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષકોને રાજ્ય સરકારે રમકડાંની કૃતિ બનાવવાની કામગીરી સોંપી હતી. અને તે કૃતિઓ રાજ્ય કક્ષા રમકડાં મેળા 2021ને લઈ કામગીરી કરવાની હતી. જેને લઈ ચોશલપુરા શાળાની શિક્ષિકા તાલુકા અને જિલ્લા મથકે રમકડાંની કૃતિઓ રજૂ કરી નામના મેળવી હતી.

આખરે રાજ્ય કક્ષાના રમકડાં મેળામાં શિક્ષિકાબેન દ્વારા બનાવેલ રમકડાંની કૃતિઓ પસંદગી પામતા તેઓને રાજ્ય કક્ષાએ સ્થાન મળ્યું છે. જેને લઈ ચોશલપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અલ્પેશ પડ્યા અને ગ્રામજનો એસ. એમ. સી.ના સભ્યોએ અભિનદન પાઠવ્યા હતા. સાથે જિલ્લાનું નામ રોશન કર્યું હોવાથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષક સંઘ પણ શિક્ષિકાબેનને શુભેચ્છાઓ પાઠવી છે.દરેક શિક્ષકો એકબીજાની હરીફાઈ કરે તો જ સાચી સિદ્ધિ મળે છે. સાથે આગળ પણ વધવાની તક મળે છે. તે આ રમકડાંની કૃતિથી જાણી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો