છોટાઉદેપુર જિલ્લાના અનેક ગામડામાંથી સૌરાષ્ટ્ર મજૂરી કામ માટે પરિવાર જાય છે. તેમજ ગામડામા બાંધકામ શ્રમિકો રહેતા હોય છે. આ બાબતને લઈ તેઓના બાળકોને શિક્ષણની સુવિધાઓ મળે માટે જિલ્લા વહીવટી તંત્રે પ્રયાસ કર્યો હતો. જેને લઈ હાલ છોટાઉદેપુર જિલ્લામાં 20 હોસ્ટેલો શરૂ કરાઇ છે. જેમાં ધોરણ 1થી 8ના કુમાર કન્યા બન્નેને રહેવા જમવા અને શિક્ષણની સુવિધાઓ આપવામાં આવી રહી છે.
ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાના ચાર તાલુકામા બાંધકામ શ્રમિકોના બાળકોની હોસ્ટેલ શરૂ કરાઈ છે. જેમાં છોટાઉદેપુરમા 12, કવાંટમા 3, નસવાડીમાં 2, જેતપુર પાવીમા 3 આમ કુલ 20 હોસ્ટેલ શરૂ કરાઈ છે. આ હોસ્ટેલમા દેખરેખ તાલુકાના શિક્ષકોને જવાબદારી સોપાઈ છે.
તેમજ તેના મોંનટરીગમા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીથી લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી ધ્યાન આપશે. હાલ તો નસવાડી ટાઉનની કુમાર શાળાના બાળકો કુમાર શાળાના બિલડીગમા રહે છે. અને તેઓને શિક્ષણની સુવિધા સાથે રહેવા જમવાની સુવિધા અપાઈ છે.
સવારે નાસ્તો, ભોજન સારું અપાઈ રહ્યું છે. જિલ્લાની 20 હોસ્ટેલમા 1000થી વધુ આદિવાસી બાળકોને આ સુવિધાનો લાભ આપવાનું શરૂ કરાયું છે. એકંદરે શ્રમિક પરિવારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે માટે હોસ્ટેલ શરૂ કરાતા આદિવાસી સમાજમા ખુશી છવાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.