સમસ્યા:તણખલા દુગ્ધા 17 કિમીના સ્ટેટ R&Bના રસ્તામાં ખાડા પડ્યાં

નસવાડી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
તણખલા દુંગ્ધા 17 કિમીના સ્ટેટ R&Bના રોડ ખાડા પુરવા અને કોઝવે ના ખાડા પુરવા અને પાઈપ  સફાઈ કરવા જસ્કી ના ગ્રામજનો દ્વારા માંગ કરાઈ છે. - Divya Bhaskar
તણખલા દુંગ્ધા 17 કિમીના સ્ટેટ R&Bના રોડ ખાડા પુરવા અને કોઝવે ના ખાડા પુરવા અને પાઈપ સફાઈ કરવા જસ્કી ના ગ્રામજનો દ્વારા માંગ કરાઈ છે.
  • કોઝવેના સ્લેબનું ધાવણ થયું હોઇ વ્યવસ્થિત કરવા માગ
  • કોઝવેની પાઈપ સફાઈ કરવા જસ્કીના ગ્રામજનોની માગ

નસવાડી તાલુકાના તણખલાથી દુંગ્ધા 17 કિમી લંબાઈનો રોડ છોટાઉદેપુર જિલ્લા માર્ગ અને મકાન વિભાગની દેખરેખમા આવતો રોડ છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગનો રોડ હોત તો હમણાં સુધી આ રોડના ખાડા પુરાઈ ગયા હોત. પરંતુ છોટાઉદેપુર જિલ્લા માર્ગ મકાન વિભાગની હદનો રોડ હોય ત્યારે જિલ્લા માર્ગ મકાનના અધિકારીઓની નજર હજુ આ રોડ પર પડી નથી. જેને લઈ આ રોડ પર હાલ મસમોટા ખાડા છે. તેમજ ભારે વરસાદ બાદ જસ્કી ગામનો લો લેવલનો કોઝવે પાણીમા ગરકાવ થયો હતો. જેને લઈ કોઝવેની આજુબાજુ કલાકો સુધી વાહન ચાલકો ઉભા રહ્યા હતાં.

જયારે કોઝવે ઉપર સ્લેબ ડ્રેઈન બનાવવા પણ ગ્રામજનોની માંગ છે. ​​​​​​​જયારે કોઝવે ઉપરથી પાણી ગયું હોય કોઝવેના સ્લેબનું ધોવાણ થયું છે. તેમજ મસમોટા ખાડા આર સી સી સ્લેબ ઉપર પડ્યા છે. જેને લઈ વાહન ચાલકો હેરાન છે. છોટાઉદેપુર સ્ટેટ આર એન્ડ બીના અધિકારીઓ આ 17 કિમીના રોડ ઉપર પડેલ ખાડા પુરવા તેમજ કોઝવેના પાઇપ સફાઈ કરાઈ ન હોય તે કરવા માટે ગ્રામજનોની માગ ઉઠી છે. નિયમ મુજબ સી આરના ટેન્ડરો જેતે એજન્સીઓના હોવા છતાંય અધિકારીઓ ધ્યાન આપે તો ગામડાના રોડના ખાડા એજન્સીઓ પુરે તેવી ચર્ચાઓ ઉઠી છે.

રસ્તા ઉપર પડેલા ખાડા જલ્દી પૂરાય તેવી માગ છે
રોડ, કોઝવે પર ખાડા છે. વરસાદ રહ્યાના 10 દિવસ થયા હજુ કોઈ કામગીરી કરાઈ નથી. કોઝવેના પાઈપ ખુલ્લા કરાયા નથી. કોઈ અધિકારીઓ સ્થળ પર આવે તો ખબરા પડેને. અમે મીડિયાના માધ્યમથી જાણ કરીએ છે. જલ્દી ખાડા પુરાય તેવી માગ છે. કોઈ ઘટના બને તો જવાબદાર કોણ સ્ટેટ R&B? - મહેન્દ્રભાઈ પાઠક, ગ્રામજન, જસ્કી

અન્ય સમાચારો પણ છે...