પાણીની સમસ્યા:નસવાડીના ડુંગર વિસ્તારમાં સોલાર ટાંકીઓ આશીર્વાદ સમાન બની

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકાના ડુંગર વિસ્તાર બુધા ઝૂલાધાની ગામે પાણી માટે હવાતીયા મારતા ગ્રામજનો માટે સોલાર ટાકીઓ આશીર્વાદ સમાન બની હોય પાણી ભરે છે. - Divya Bhaskar
નસવાડી તાલુકાના ડુંગર વિસ્તાર બુધા ઝૂલાધાની ગામે પાણી માટે હવાતીયા મારતા ગ્રામજનો માટે સોલાર ટાકીઓ આશીર્વાદ સમાન બની હોય પાણી ભરે છે.
  • ઉનાળો આવતા ડુંગર વિસ્તારના ગામડાઓ પાણી તરસ્યા બનતા હોય છે

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીનો ડુંગર વિસ્તાર આમ તો પકૃતિના ખોળે વસેલો છે. પરંતુ ઉનાળો આવતા નસવાડીના ડુંગર વિસ્તારના ગામડાઓ પાણી માટે તરસ્યા બનતા હોય છે. ડુંગર વિસ્તારના ગામડાઓમા એક ઘર નજીક તો બીજું દૂર ઘર હોય છે. અને ખાસ ટેકરાઓ પર ઘર હોય પાણીનો પ્રશ્ન પણ ચેલેન્જ સમાન હોય છે.

સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી ડુંગર વિસ્તારમા ગયા હોય. અને મહિલાઓ એક બેડા પાણી માટે હેરાન થતી હોય તેઓની વેદના સાભળ્યા બાદ તેઓ સરકારમા રજુઆત કરી સૌથી પેહલો સોલાર ટાકી પાણી પુરવઠા પ્રોજેક્ટ નસવાડી તાલુકામા લાવ્યા અને નસવાડીના ડુંગર વિસ્તારના અનેક ગામડાઓમા સોલાર ટાકી પ્રોજેક્ટ બન્યો પાઇપ લાઈન કરાઈ ઘરે નળ પોહચ્યાં છે.

જેમા એક ટાકી દીઠ 20થી વધુ ઘરને ફળિયા દીઠ આવરી લેવાયા. શરૂઆતમા સોલાર ટાકીને લગતા પાણીના પ્રશ્નો ઉઠ્યા હતા. પરંતુ નવીન કામગીરી હોય. જેમ પ્રશ્નો ઉઠ્યા તેમ વાસમો પાણી પુરવઠા વિભાગ હલ કરવા લાગ્યુ. આજે નસવાડીના ડુંગર વિસ્તારના ઘેસવાડી, બુધા ઝૂલાધાની, પીસાયતા, વાડીયા તેમજ અન્ય ગામડાઓમા સોલાર ટાકીનુ પાણી આશીર્વાદ સમાન બન્યું છે. ઓટોમેટિક ટાકી ભરાય અને બંધ થાય તેવી સિસ્ટમથી આ ટાકી ચાલતી હોય. હાલ તો લાઈટ વગર પાણી ગામડાની મહિલાઓને મળતા ખુશ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...