ગ્રામજનોની માંગ ઉઠી:ગનીયાબારીમાં સોલાર ટાંકી બંધ હોઇ પાણી માટે હવાતિયાં

નસવાડી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણીનો બોર બંધ છે છતાં કોઈ જોવા પણ ન આવતા હોવાની રાવ
  • સરકારે કામગીરી કરાવી પણ લાભ ન મળે એનો શું મતલબ : ગ્રામજનો

નસવાડીના ડુંગર વિસ્તારના ગનીયાબારી ગામે સોલાર પાણીની ટાંકી પાણી પુરવઠા વિભાગે બનાવી છે. જે હાલ બંધ છે. આ ટાકી બનાવવા માટે સ્થળ પર બોર કરવા ગાડી આવે એવી શક્યતા ન હોય ગ્રામજનો જાતે પૈસા ઉઘરાવી 25 હજારનો જેસીબીનો ખર્ચ કરી રસ્તો કરાવ્યો હતો. ત્યારબાદ પાણીના બોરની ગાડી આવી બોર કર્યો. સાથે સોલાર ટાંકી નવીન બનાવવામાં આવી. અંદાજીત 20 જેટલા ઘરમા પાણીના નળ મુકવામાં આવ્યા છે. સોલાર ટાંકી શરૂ થઈ તો ગ્રામજનો ખુશ થયા. કારણ કે આઝાદીના વર્ષો બાદ તેમને પાણી મળ્યું.પહેલા ટાકી ચાલુ હતી. પરંતુ સોલાર ટાંકી દિવાળી પહેલાની બંધ પડી છે.

આમ તો આ સિસ્ટમ ટેક્નોલોજી આધારિત હોય ગ્રામજનોને એટલું સમજવાયું હતુ. પાણી ચાલુ થશે, બંધ થશે તો ટાકી એની જાતે ભરાશે એટલે બોર બંધ થશે. પરંતુ હાલ જે ટેક્નોલોજીની સિસ્ટમ છે. તે ચાલુ છે. પણ પાણીનો બોર બંધ હોઇ ગ્રામજનો કરે તો શું કરે? તેની કોઈ સમજ તેઓને નથી. પાણી શરૂ કરાયું ત્યારે કામગીરી કરનાર મજૂરો ગ્રામજનોને સમજાવ્યું હતુ. આ રીતે પાણી આવશે. પછી તો કોઈ સ્થળ પર ગયું નથી કે ન કોઈનો પતો છે.

નસવાડીનુ સૌથી છેલ્લું આંતરિયાળ વિસ્તારનુ ગામ હોવાથી સરકારી તંત્ર તો વર્ષે એકવાર જતુ હશે. પછી ત્યાં કોઈ ડોકિયું કરવા જતુ ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. હાલ તો સરકારે કરેલ સોલાર ટાકી બંધ હોઇ ગ્રામજનો પાણીને લઈ હવાતિયાં મારી રહ્યા છે. આ બાબતે તત્કાલ પાણી પુરવઠા વાસ્મો ધ્યાન આપે તેવી પાણી ચાલુ કરે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે.

સરકાર ખર્ચો કરે, કોન્ટ્રાક્ટર કામ કરે પછી કોઈ જોવા પણ આવતું નથી
સરકાર આદિવાસી માટે સુવિધાઓ કરે છે. પણ કામગીરી કરનાર કોન્ટ્રાકાટ કામ કરી પછી જતા રહેતા હોઇ સાહેબો કોઈ ધ્યાન આપતા નથી. હમણાં બોર બંધ છે. સોલાર ટાંકીને હવે જોવાની એનો શું મતલબ? બોરની ગાડી લાવવા અમે બધા પૈસા ભેગા કરી 25 હજારનો ખર્ચ કર્યો હતો. પણ હવે પાણીની સુવિધા અમને નથી મળતી. બધા અભણ છે. કોને વાત કરવાની? ટાંકી ચાલુ થાય તો સારુ. આખા ગામમા તંત્રએ આવી પાણીની સ્થિતિ જોવી જોઈએ એવી બધા ગ્રામજનોની માંગ છે. > નેવજીભાઈ ભીલ, ગ્રામજન ગનીયાબારી

અન્ય સમાચારો પણ છે...