હાલાકી:નસવાડીના ડુંગર વિસ્તારના ડામર રોડ પર માટી આવી ગઈ

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ડામર રોડ પર ખેતરોના ધોવાણની માટી આવી જતા 25 ગામના ગ્રામજનોને હાલાકી ભોગવવાના વારો આવ્યો છે. - Divya Bhaskar
નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ડામર રોડ પર ખેતરોના ધોવાણની માટી આવી જતા 25 ગામના ગ્રામજનોને હાલાકી ભોગવવાના વારો આવ્યો છે.
  • ખેતરોના ધોવાણની માટી રોડ પર આવતાં 25 ગામના લોકોને હાલાકી

નસવાડી તાલુકામા વરસાદ બાદ ડુંગર વિસ્તારમા બનેલ ડામર રોડ પર માટી આવી ગઈ છે. નિયમ મુજબ પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ છેલ્લે કોઈ કર્મચારીને મોકલીને પણ રોડની પરિસ્થિતિ જોવી જોઈએ છતાંય કાગળ પર નસવાડી તાલુકાનું એલર્ટ તંત્ર ડોક્યુ કરવા પણ ડુંગર વિસ્તારમાં ગયું નથી. કડુલીમહુડીથી ઘટામલી, ખેતનબાર, કુમેઠા, ધારસિમેલ, તલાવ, નિશાના, ઉડેટ, હરખોડ, કુંડા, આમતા, વાડિયા, ખોખરા, ડબ્બા, સાથે ડુંગર વિસ્તારના પીપલવાળી સુધી બનેલ ડામર રોડ પર અનેક જગ્યાએ માટી આવી ગઈ છે. જે માટીમાંથી માંડ માંડ બાઈક સવાર જીવના જોખમે પસાર થાય છે.

જ્યારે મોટા વાહનો હજુ બહાર નીકળ્યા નથી. કારણ કે માટીના થર કઈક હટે તો મોટા વાહન બહાર નીકળે. કેટલાક ગ્રામજનો જાતે માટી હટાવી વાહન બહાર કાઢવા પ્રયાસ કર્યા છે. જ્યારે રોડ વિભાગ પાસે જેસીબી છે. પણ સ્થળ પર કામગીરી કરવા જતા ન હોય 25થી વધુ ગામના ગ્રામજનો હેરાન છે. ત્યારે બીમાર વ્યક્તિ સગર્ભા તેમજ પ્રાથમિક જરૂરિયાતની વાત ક્યાં કરવી.

અમે જીવીએ મરીએ ડુંગર વિસ્તારમાં કોઈ જોવા વાળું નથી
માટીના થર રોડ પર આવી ગયા છે. કોઈ નેતા અધિકારી જોવા આવતા નથી. બધા હેરાન છે. કોઈને હમણાં ઇમરજન્સી થાય તો શું થાય? જેસીબી ચાર પાંચ લગાઈને બધા રોડ કમ્પ્લેટ કરાવો. કેટલા ગામના કોઝવે તૂટયા છે. ગામમા જવાતું નથી. એ પણ કરાવો. તેવી અમારી માગ છે. અમે જીવીએ મરીએ ડુંગર વિસ્તારમાં કોઈ જોવા વાળું નથી. લાઈટોના હજુ કઈ ઠેકાણા નથી. એનો શુ મતલબ. જલ્દી કઈક કરો. માંડ માંડ બે ફૂટ ડામર રોડના માટી કીચડથી બાઈક કાઢી છે. > કાનજીભાઈ, ગ્રામજન ધારસિમેલ

અન્ય સમાચારો પણ છે...