તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:નસવાડી તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિ અને કારોબારીની બેઠક મળી

નસવાડી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પહેલી બેઠકમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરાઈ
  • તાલુકા પંચાયતમાં પેવર બ્લોક સહિતની કામગીરી કરવા માગ

નસવાડી તાલુકા પંચાયતમા ભાજપ પક્ષની બોડી બન્યા બાદ નસવાડી તાલુકા પંચાયતમાં પહેલી કારોબારી બેઠક અને સામાજિક ન્યાય સમિતિની બેઠક યોજાઈ હતી. નસવાડી ટીડીઓ એસ. જે. ચૌધરી સાથે તાલુકા કર્મચારીઓ હાજર રહ્યા હતા. બંને બેઠકો નસવાડી તાલુકા પંચાયતના બેઠક હોલમાં થઈ હતી.

જેમાં કારોબારી બેઠકમાં 9 સભ્યો હાજર હતા અને કારોબારી ચેરમેન બબલુભાઈ જયસ્વાલ સાથે પ્રમુખ રાજુભાઈ રાઠવા અને સદસ્યો હાજર રહ્યા હતા. ખાસ કરીને નસવાડી તાલુકા પંચાયતના પ્રમુખ ખાપરીયા રહેતા હોઇ તેઓ કાયમી નસવાડી તાલુકા પંચાયતમા હાજરી આપી શકે માટે પ્રમુખનું કવાર્ટર વર્ષોથી જર્જરીત પડ્યું છે. તે કામગીરી થાય અને પ્રમુખ માટે વાહન ફાળવવાનું પણ સૂચન કરાયું હતું. સાથે તાલુકા પંચાયત પ્રમુખની ઓફીસમા ખુરશી અને બારીના પડદા લગાવવા ચર્ચા કરાઈ છે.

બેઠક બાદ સામાજિક ન્યાય સમિતિની પણ બેઠક યોજાઈ હતી. જેમાં ન્યાય સમિતિ અધ્યક્ષ બચુભાઈ ભીલ હાજર રહી સાથે 5 સભ્યો પણ હાજર રહી તાલુકા પંચાયતને લગતી કામગીરી બાબતે ધ્યાન આપવા સૂચનો કરાયા હતા. એકંદરે એક જ દિવસમાં ભાજપ પક્ષમાંથી ચૂંટાયા બાદ પહેલી બેઠક મળી હતી અને અનેક મુદ્દાની ચર્ચા કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...