તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:નસવાડી CHCના OPD વિભાગની સાથે મેડિકલ સ્ટોર રૂમના સ્લેબના પોપડા ખર્યાં

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી સીએચસીના દવાના રૂમના સ્લેબના સળીયા કાટ ખાયા છે તે અને સ્લેબના પોપડા પણ વારંવાર પડે છે. - Divya Bhaskar
નસવાડી સીએચસીના દવાના રૂમના સ્લેબના સળીયા કાટ ખાયા છે તે અને સ્લેબના પોપડા પણ વારંવાર પડે છે.
  • જીવના જોખમે આરોગ્ય વિભાગના કર્મચારીઓ બિલ્ડીંગમાં કામગીરી કરે છે
  • કોઇ ઘટના બને તે પહેલાં PIU વિભાગ ચોમાસા પહેલાં કામગીરી કરાવે તેવી માગ

નસવાડી તાલુકાના 212 ગામનું મુખ્ય સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે. જે કેન્દ્રનું ઓપીડી વિભાગના બિલ્ડીંગમાં અનેક રૂમના સ્લેબના પોપડા ખરવા લાગ્યા છે. જેમાં ઉનાળાના સમયમાં જો સ્લેબના પોપડા પડતા હોય તો ચોમાસામાં તો સ્લેબ તૂટી જાય તેવી શક્યતા જોવાઈ છે. નસવાડી સરકારી દવાખાનાના ખાસ મેડિકલ રૂમમાં જ્યાં જરૂરી દવાનો જથ્થો છે ત્યાં અવાર નવાર આરોગ્ય કર્મચારીઓ દવા તેમજ અન્ય કામગીરી માટે જાય છે. જે રૂમના સ્લેબના પોપડા હાલ મોટી માત્રમાં ખરી રહ્યા છે અને સ્લેબના સળીયા કાટથી ખવાઈ ગયા છે. જેને લઈ આવનાર ચોમાસામાં આ સીએચસીના બિલ્ડીંગના રૂમ વધુ જોખમી બને તેમ લાગી રહ્યું છે.

સીએચસી દવાખાનાની દેખરેખની જવાબદારી પીઆઈયુ વિભાગ કરે છે. જેમાં ખાસ સિવિલ વર્ક પણ તેમના દેખરેખથી થાય છે. ત્યારે ચોમાસા પહેલા નસવાડી સીએચસીના ઓપીડી વિભાગ તેમજ પાછળના ભાગે આવેલ ઇમરજન્સી વિભાગ આ બન્ને વિભાગના બિલ્ડીંગના સ્લેબ તેમજ અન્ય ચોમાસામાં શુ જોખમી છે તે બાબતે ચકાસણી કરાય તેવી માગ ઉઠી છે. બાકી ભારે વરસાદમાં બિલ્ડીંગને લગતી કોઈ ઘટના બને તો જવાબદાર કોણ?. હાલ તો કર્મચારીઓ પણ જીવના જોખમે કામગીરી કરી રહ્યા હોય તત્કાલ રિપેરીગની માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...