તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:નસવાડી 212 ગામના CHCમાં ઓક્સિજન પ્લાન્ટ નિર્માણ માટે છોટાઉદેપુર DDO દ્વારા સ્થળ નિરીક્ષણ

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડીડીઓએ નસવાડીના સરકારી દવાખાનાના રૂમ જોયા. - Divya Bhaskar
ડીડીઓએ નસવાડીના સરકારી દવાખાનાના રૂમ જોયા.
  • કોરોનાના દર્દીને તાલુકા મથકે વ્યવસ્થિત સારવાર મળે તેવો પ્રયાસ હાથ ધરાયો

નસવાડી તાલુકો 212 ગામ ધરાવતો તાલુકો છે અને હાલ કોરોનાનો કહેર ગામડામાં વર્તાઈ રહ્યો છે. ગામે ગામથી એક જ વાત સંભળાય છે આ વ્યક્તિ બીમાર છે આ વ્યક્તિ હવે નથી રહ્યા. ત્યારે કોરોના કહેરમાં છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલને સમગ્ર જિલ્લાની ચિંતા છે અને હવે કોરોના વાઈરસ સામે ભવિષ્યના લાંબા આયોજન સાથે લડવાનું છે. તે હેતુથી નસવાડી તાલુકાના 212 ગામના મુખ્ય સીએચસી દવાખાનાની મુલાકાત છોટાઉદેપુર ડીડીઓએ કરી હતી.

ડીડીઓ નસવાડીના સરકારી દવાખાનામાં બધા રૂમ જાતે જોયા હતા અને સીએમટીસીનું બિલ્ડીગ જે ખાલી પડ્યું છે ત્યાં 12 બેડની વ્યવસ્થા ઓક્સિજન સાથે કરવા માટેની તૈયારી બતાવી છે. સાથે ત્યાં જ ઓક્સિજન પ્લાન્ટ પણ વ્યવસ્થિત કાર્યરત કરવા માટે જગ્યાનું પણ ડીડીઓ જાતે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. એકંદરે જિલ્લા વિકાસ અધિકારી ભવિષ્યના આયોજન સાથે કામગીરીને લઈ આયોજન કરી રહ્યા છે.

નસવાડીના ટીએચઓ ડોક્ટર યુ.બી.સિંઘ સાથે જરૂરી ચર્ચા આરોગ્યલક્ષી બાબતે કરી હતી. કોરોના વાઈરસના દર્દીને તાલુકા મથકે વ્યવસ્થિત સારવાર મળે તેવો પ્રયાસ હાથ ધરાયો છે. હવે પ્લાન્ટ ક્યારે શરૂ થશે બેડની વ્યવસ્થા ક્યારે થશે તે જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...