તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:સિંઘડિયાના રેશનકાર્ડ ગ્રાહકોને પૂરતું અનાજ ન મળતાં સૂત્રોચ્ચાર

નસવાડી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડી મામલતદારને રેશનકાર્ડ ગ્રાહકો અનાજને લઈ સુત્રોચ્ચાર કરી રજુઆત કરવા પોહચ્યાં તે બે તસવીર. - Divya Bhaskar
નસવાડી મામલતદારને રેશનકાર્ડ ગ્રાહકો અનાજને લઈ સુત્રોચ્ચાર કરી રજુઆત કરવા પોહચ્યાં તે બે તસવીર.
  • મામલતદારને આવેદન અપાતાં પ્રશ્ન હલ કરવા પુરવઠા વિભાગને સૂચના આપી
  • સંચાલકની અનિયમિતતાને લઈ દુકાન નજીકના ગામમાં બદલવા 50 રેશનકાર્ડ ગ્રાહકોની લેખિત માગ

સિંઘડિયા ગામના રેશનકાર્ડ ગ્રાહકો રેશનિગનું પૂરતું અનાજ મળતું ન હોય સેવાસદન પહોંચી સૂત્રોચ્ચાર કરી મામલતદારને રજૂઆત કરી હતી. નસવાડી તાલુકાના ગરીબ રેશનકાર્ડ ગ્રાહકોને સસ્તા દરે અનાજ મળે માટે રેશનિંગની 42 દુકાનો કાર્યરત છે. ખડકીયા ગામે આવેલ સસ્તા દરેની અનાજની દુકાન પર સિંઘડિયા ગામના રેશનકાર્ડ ગ્રાહકો અનાજ લેવા જાય છે તો અનાજ પૂરતું મળતું નથી. રેશનકાર્ડ ગ્રાહકોને ધક્કા ખાવાનો વારો પણ આવે છે. સાથે રેશનકાર્ડ ગ્રાહકને કેટલું અનાજ મળ્યું છે તેની કુપન પણ આપવામાં આવતી નથી.

અન્ય દુકાન પર અનાજ મળે તેવી વ્યવસ્થા કરવાની રજૂઆત સાથે સિંઘડિયા ગામના 50થી વધુ રેશનકાર્ડ ગ્રાહકો નસવાડી તાલુકા સેવાસદન પર મામલતદારને રજૂઆત કરી હતી. સાથે ભારે સૂત્રોચ્ચાર કરી અનાજ આપો અનાજ આપોની માગ કરી છે. પ્રધાનમંત્રી અન્ન યોજનાનું મફત અનાજ પણ મળ્યું નથીની એક બહેન રજૂઆત કરી હતી. નસવાડી મામલતદાર દ્વારા આ પ્રશ્ન હલ કરવા પુરવઠા વિભાગને સૂચના આપી છે અને તત્કાલ ઘટતી કાર્યવાહી કરવાનું મામલતદારે રેશનકાર્ડ ગ્રાહકોને ખાતરી આપી છે. રેશનકાર્ડ ગ્રાહકો અન્ય દુકાનમાંથી અનાજ મળે તેવી માગ સાથે લેખિતમાં મામલતદારને અરજી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...