મતગણતરી:નસવાડી સેવાસદનના 11 રૂમમાં આજે 45 ગ્રામ પંચા.ની એક સાથે મતગણતરી

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર 2 કલાકે 11 ગ્રા. પં.ની ગણતરી પૂર્ણ થશે

નસવાડી તાલુકાની 45 ગ્રામ પંચાયતની મતગણતરીને લઈ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. સીસીટીવી બહારના કેમેરા કમ્પ્લેટ કરાયા છે. 11 રૂમમાં બેલેટ પેપર અલગ કરવા માટેના લાકડાના ખોખા અલગ કરાયા છે. મત ગણતરી રૂમ જાણી મારી ટેબલ સાથે તૈયાર કરાયા છે. નસવાડી તાલુકાની 45 ગ્રામ પંચાયતની મતગણતરી 11 રૂમમાં થશે. દર બે કલાકે 11 ગ્રામ પંચાયતની મતગણતરી પૂર્ણ થાય તેમ આયોજન કરાયું છે. એટલે રાત સુધી 45 ગ્રામ પંચાયતની મત ગણતરી પૂર્ણ થાય તેવું નસવાડી મામલતદાર જે.જે.જોષી દ્વારા કરાયું છે.

છોટાઉદેપુર ડીવાયએસપી, નસવાડી પીએસઆઈએ કાયદો વ્યવસ્થાને લઈ પોલીસ બંદોબસ્તની કાર્યવાહી કરી છે. તાલુકાની 45 ગ્રામ પંચાયતની મતગણતરી સેવાસદન હોય ગામે ગામથી હજારો લોકો આવશે અને જીતેલા, હારેલા ઉમેદવાર વચ્ચે ઘર્ષણ ન સર્જાય માટે પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે ટ્રાફિકને લગતો રોડ મેપ તૈયાર કર્યો છે. કારણ કે ફોર્મ ભરવા હજારો લોકો વાજતે ગાજતે આવ્યા હતા. તો જીત્યા બાદ સરપંચો મોટા સરઘસ કાઢવાની તૈયારીઓ કરી છે. કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સજ્જ બની છે.

નસવાડી તાલુકાના 171 સરપંચ તેમજ 800 વોર્ડ સભ્યનું ભાવિ મતપેટીમાં સીલ
નસવાડી .નસવાડી તાલુકાની 45 ગ્રામ પંચાયતના 171 સરપંચો અને 800 વોર્ડ સભ્યો તરફે મોટી માત્રમાં મતદાન થયું હતું .જે મતદાન મત પેટીમાં સીલ છે. આજે ઉમેદવારના ભાવિની મત ગણતરી થશે. એસઆરપી બંદોબસ્ત સ્ટ્રોંગ રૂમ આગળ રખાયો છે.

અન્ય સમાચારો પણ છે...