સેવાસેતુ કાર્યક્રમ રદ:છોટાઉદેપુરના 6 તાલુકામાં શનિવારે યોજાનાર સેવાસેતુ કાર્યક્રમ રદ કરાયાં

નસવાડી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની 343 ગ્રા. પંચા.ના તલાટીઓ પડતર માંગણીઓને લઈ હડતાલ પર છે

છોટાઉદેપુર જિલ્લાની 343 ગ્રામ પંચાયતના તલાટીઓ હડતાલ પર ઉતર્યા છે. ત્યારે શનિવારના રોજ જિલ્લાના 6 તાલુકાના અનેક ગામડાના સેવાસેતુના કાર્યકમો યોજવાના હતા. પરંતુ તલાટી કમ મંત્રીઓની હડતાલ ચાલી રહી છે. જેને લઈ છોટાઉદેપુર જિલ્લાનું તંત્ર પણ તલાટી વગર દાખલા તેમજ અન્ય વહીવટી કામગીરી સેવાસેતુમા કરે કોણ કરી શુક્રવારના રોજ સેવાસેતુના કાર્યકમો રદ કર્યાનો અધિકારીઓ કર્મચારીઓના સંકલન ગ્રુપમાં વોટ્સએપ મેસેજ ફરતા થયા હતા.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના કડુલીમહુડી, કવાંટના કવાંટ, બોડેલીના માંકણી, સંખેડાના વડેલી, પાવી જેતપુરના કલારાણી ખાતેના સેવાસેતુ આગામી તારીખમા યોજાશે કરી રદ કર્યા છે નું જાણવા મળ્યું છે. નસવાડી મામલતદારને પૂછતાં તેઓ ઉપરથી મેસેજ આવ્યો હોય નસવાડીના ડુંગર વિસ્તારના કડુલીમહુડી ગામે યોજાનાર સેવાસેતુ કાર્યકમ રદ કરાયોનું જણાવ્યું છે. અને આગામી દિવસોની તારીખમાં નક્કી થયે હવે સેવાસેતુના કાર્યકમ થશે તેમ તંત્ર જણાવી રહ્યું છે.

અમારી માંગો સંતોષાય નહિ ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે
અમારી માંગો સંતોષાય નહિ ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. જિલ્લાના તમામ સેવાસેતુ કાર્યકમ તલાટીઓની હડતાલને લઈ રદ કર્યા છે. કર્મચારીઓ સંગઠનોનું રાજ્ય તલાટી મંડળને ટેકો છે. હવે સરપંચો અમને ટેકો જાહેર કરી સમર્થન આપશે. > નિશીતભાઈ પંચાલ, તલાટી મંડળ પ્રમુખ, નસવાડી

અન્ય સમાચારો પણ છે...