75માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા સરકારી કચેરી ઓ વ્યવસ્થિત લાઈટીંગ સાથે ડેકરોશન કરી ગ્રામજનો સુધી ભારતના 75મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પહોંચે તે બાબતે કામગીરી કરવા સૂચનો કરાયા હતા. જેને લઈ નસવાડી મામલતદાર તાલુકા સેવાસદન સાથે નસવાડી તાલુકા પંચાયત કચેરી અને નસવાડી ગ્રામ પંચાયત કચેરીમાં ડેકોરેશનની કામગીરી કરાઈ હતી.
જ્યારે નસવાડીની અન્ય સરકારી કચેરીમાં પંચાયત માર્ગ મકાન વિભાગ, સર્કીટ હાઉસ, દવાખાના, પોલીસ સ્ટેશન તેમજ અન્ય સરકારી ગ્રાન્ટ લેતી શાળાઓ પણ લાઈટીંગ કરાયું ન હતુ. જેને લઈ એકજ ચર્ચા ઉઠી હતી. જિલ્લાનું તંત્ર સૂચન કર્યા કરે તાલુકાના અધિકારીઓ કરે. જ્યારે ધ્વજવંદનના દિવસે પણ સરકારી અધિકારીઓ નસવાડી તેમની કચેરીમાં આવતા નથી. જેનો મતલબ તેમને દેશ ભક્તિની કોઈ ફિકર નથી. તેમ તાલુકા મથકે કર્મચારીઓ ઓમાં વાતો ઉઠવા પામી છે.
આ બાબતે જિલ્લા તંત્ર નોંધ લેવું રહ્યું. હાલ તો નસવાડીની ફક્ત બે કચેરી પર 75મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને લઈ કચેરી ઝગમગ દેખાઈ હતી. જ્યારે અન્ય કચેરીઓ પર આટલો મોટો રાષ્ટ્રીય પર્વ છતાંય અંધારપટ છવાયો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.