તપાસ:નર્મદા મેઈન કેનાલમાં જતી લાશ જોઈ વકીલ 3 કિમી લાશની પાછળ ગયા

નસવાડી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
નર્મદા મેઇન કેનાલમાંથી લાશને બહાર કાઢવામાં આવી હતી. - Divya Bhaskar
નર્મદા મેઇન કેનાલમાંથી લાશને બહાર કાઢવામાં આવી હતી.
  • નસવાડીમાં લાશ બહાર ન કઢાઈ હોત તો મુશ્કેલી થાત
  • આકોના​​​​​​​ પંચાયતના માજી સરપંચના પુત્રની લાશ નીકળી

નસવાડીના વકીલ સેહજાદ મેમણ અને નોફિલ મેમણ કેસરપુરા ગામથી પરત ફરી રહ્યા હતા. ત્યારે અચાનક મેઈન કેનાલમાં અજાણી લાશ જતી દેખાઈ હતી. બંને વકીલ લાશની પાછળ રોડની તરફથી પીછો કર્યો હતો અને 3 કિમી સુધી લાશની પાછળ રહ્યા બાદ આજુબાજુના ગ્રામજનોને રોકડ રકમ આપીને પણ આ જતી લાશને કાઢવા લોકોને જણાવતા હતા. આખરે બે યુવાનો ગીજુભાઈ અને હેમંતભાઈ કેનાલમાં લાશને વધુ આગળ જતી અટકાવવા કૂદ્યા હતા અને લાશને બહાર કાઢી હતી.

લાશ નસવાડી નજીક આવેલ આકોના ગ્રામ પંચાયતના માજી સરપંચ મહેશભાઈ ભીલના 21 વર્ષના પુત્ર નિમેષ ભાઈ ઉર્ફે લાલોની જાણવા મળેલ છે. નસવાડીના વકીલોએ તરત નસવાડી પોલીસ અને માજી સરપંચને જાણ કરી હતી. અન્ય વધુ વિગતમાં મહેશ ભીલનો પુત્ર સવારે જ તેમના પિતા પાસેથી મંદિર દર્શન કરવા જાઉ છું કરી નીકળ્યો હતો. જ્યારે રતનપુરા મેઈન કેનાલ પર બેસી તેને નાસ્તો પણ કર્યો હોવાનું આજુબાજુના લોકો જણાવી રહ્યા હતા.

પરંતુ અચાનક 2 કલાકમાં જે યુવાન હતો અને તેની લાશ કેનાલમાંથી નીકળી હોય લોકો પણ મૂંઝવણમાં મુકાયા હતા. હાલ તો નસવાડી પોલીસ દ્વારા આ બાબતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી સરકારી દવાખાનામાં લાશનું પીએમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લાશ અન્ય તાલુકાની હદમાં જતી ફક્ત 20 મિટરના અંતરે અટકી હતી. સાથે આ લાશ ન નીકળી હોત તો ભારે ચર્ચા તેમજ તાલુકાનું તંત્રથી લઈ યુવાન લાપતાની બાબતોને લઈ દોડધામ મચી હોત.

અન્ય સમાચારો પણ છે...