છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી ગંગા સિંઘ સાથે ડે ડીડીઓ આનંદ ઉકાણી, ટીડીઓ એસ.જે.ચૌધરીથી લઈ તાલુકાના અધિકારી નસવાડીના ડુંગર વિસ્તારમાં વરસાદ બાદ રસ્તાની શું પરિસ્થિતિ છે તે જાત નિરીક્ષણ કરવા આવ્યા હતા. ડીડીઓ અને ડે.ડીડીઓની ગાડી આમતા ગામ પાસે મૂકવી પડી હતી. ત્યાંથી ખાનગી જીપમાં તેઓ બેસી સાંકડીબારી ગામ જવા નીકળ્યા હતા. પરંતુ કાચા રસ્તાની જેસીબીથી કામગીરી શરૂ હોય તેઓ સાંકડીબારી, ગનીયાબારી પહોંચી શક્યા ન હતા અને સરપંચ, તલાટી સાથે ગામ નજીકના ટેકરા પર રસ્તા બાબતે ચર્ચા કરી હતી.
પરત આવતા ખેંદા ગામ પાસે જીપ ઢાળ ચડી ન શકતા ડીડીઓ સાથે અધિકારી ઉતરીને વાડિયા ચોકડી અદાજીત 500 મીટર પગપાળા ચાલ્યા હતા. પછી વાડિયા શાળા પર વેક્સિનેશનની કામગીરી જોવા પણ તેઓ કોતરના રસ્તે શાળા પર પગપાળા ગયા હતા. છોટાઉદેપુર ડીડીઓ જાતે ડુંગર વિસ્તારની પરિસ્થિતિ જોઈ વહીવટી તંત્ર પણ કેટલી મુશ્કેલી ભોગવતું હશે.
શિક્ષણ અને અન્ય સુવિધાને લઈ ગામડાના ગ્રામજનો તો સૌથી વધુ દુઃખી બનતા હશે તે તેમને પરિસ્થિતિ સમજી છે. નસવાડી આર એન્ડ બી વિભાગ ડીડીઓ અચાનક મુલાકાતે પહોંચ્યાં હોય બપોરના 1 વાગે ડુંગર વિસ્તારમાં પહોંચ્યું હતું. ત્યારે ડીડીઓ પરત આવ્યા હતા. આ બાબતે આર એન્ડ બીને કોઈ ખબર ન હોયનું જાણવા મળ્યું હતું.
વર્ષો પછી જિલ્લાના અધિકારીએ અમારા વિસ્તારના રસ્તાની પરિસ્થિતિ જોઈ છે, રસ્તા પણ હમણાં સરખા થાય છે
કોઈ રસ્તા જોવા આવતું નથી. સાહેબો જેસીબી મોકલે પછી શું કયા કામ ચાલે તે કોઈ જોતું ન હતું. હવે રસ્તા રિપેરિંગ થાય છે તો સારું છે. આજે ડીડીઓ અમારા વિસ્તારમાં આવ્યા અમને સારું લાગ્યું. આશા છે સાહેબ ધ્યાન આપી અમારા ડુંગરના રસ્તા લોકોની સુવિધા માટે વ્યવસ્થિત કરાવશે. - છાજીયાભાઈ ડું ભીલ, સરપંચ પતિ સાકળ(પી)
ડુંગર વિસ્તારની મુલાકાત કરી છે, રસ્તા ખરાબ હોવાથી ગાડી જઈ શકી ન હોઇ જીપમાં અમે ટીમ સાથે ગયા હતા
ખાસ ડુંગર વિસ્તારના ગામડામાં મુલાકાત માટે ગયા હતા. રસ્તાનો પ્રશ્ન છે. અમારી સરકારી ગાડીઓ મૂકીને ખાનગી જીપમાં ગયા હતા. અનેક પ્રશ્ન છે જે બાબતે તંત્ર ધ્યાન આપી કામગીરી કરશે. - ગંગા સિંઘ, ડીડીઓ છોટાઉદેપુર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.