કાર્યક્મનો ફિયાસ્કો:નસવાડીમાં SBIના સુરક્ષિત બેન્ક, ફરિયાદ નિવારણ કાર્યક્મનો ફિયાસ્કો

નસવાડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડી SBI દ્વારા સુરક્ષિત બેન્ક, ફરિયાદ નિવારણ કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો.  બેન્કમાં કામ થતા ન હોય ગ્રાહકો જ ન આવ્યાહોવાથી બેન્ક સ્ટાફ સખી મંડળ બેહનોને  બોલાવી ખુરશીઓ નહીવત ભરાવાઈ હતી. - Divya Bhaskar
નસવાડી SBI દ્વારા સુરક્ષિત બેન્ક, ફરિયાદ નિવારણ કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. બેન્કમાં કામ થતા ન હોય ગ્રાહકો જ ન આવ્યાહોવાથી બેન્ક સ્ટાફ સખી મંડળ બેહનોને બોલાવી ખુરશીઓ નહીવત ભરાવાઈ હતી.
  • બેન્કમા કામ થતા ન હોવાથી કાર્યક્રમમાં ગ્રાહકો જ ન આવ્યા
  • નસવાડી આઈટીઆઈના વિદ્યાર્થીઓ અને સખી મંડળની બેહનોને બોલાવવામાં આવ્યા

ભારતીય રિઝર્વ બેન્ક લોકપાલ કાર્યલાય આધારિત ફરિયાદ નિવારણ ગ્રાહક અધિકાર અને સુરક્ષિત બેકિંગ વ્યવહાર અને જાગૃતિ કાર્યક્મ નસવાડી જૂથ ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલ મા યોજાયો હતો. સવારના 11 વાગ્યાના કાર્યક્મમા નસવાડી ટાઉનથી લઈ 212 ગામના લોકોમાંથી માંડ દસ લોકો આવ્યા હતા. નસવાડી ટાઉનમા એક જ સ્ટેટ બેન્ક હોય અને આદિવાસી બેન્ક ગ્રાહકોનું સમયસર કામ થતું ન હોઇ તેમજ બેન્ક ગ્રાહકો પ્રત્યે ધ્યાન આપતું ન હોઇ તેની સીધી અસર આ કાર્યક્મમા પડી હતી.

કલાક બાદ લોકો આ કાર્યક્રમમા જોવા ન મળતા આખરે નસવાડી આઈટીઆઈના વિદ્યાર્થીઓને ચાલુ ટ્રેડના અભ્યાસ છોડી બોલવામાં આવ્યા હતા. જેઓ 12 વાગ્યા પહેલા કાર્યક્રમમા આવ્યા હતા. અને સ્ટેટ બેન્કમા વિદ્યાર્થીઓનું ખાતુ ન હોવાનું જણાવ્યું હતુ. અને સખી મંડળની બેહનોને ગામડામાંથી બોલાવવામાં આવી હતી. પરંતુ કાર્યક્રમ શરૂ થયો અને પૂર્ણ થતા સુધી માંડ 20થી 30 લોકો બેન્ક હતા. એકદરે ફરિયાદ અને જાગૃતિ કાર્યક્મને લઈ નસવાડી ટાઉન અને તાલુકાના 2 હજારથી વધુ ગ્રાહકો હોવા છતાંય તેઓ આવ્યા ન હતા.

જે લોકો આવ્યા તેઓ બેન્કના વ્યવહાર વ્યવસ્થા સુવિધાઓને લગતી ફરિયાદ બ્રાન્ચ મેનેજરને કરવા આવ્યા હતા. જેમા આદિવાસી બેન્ક ગ્રાહકોથી લઈ કોઈ સિંગલ વ્યક્તિ માટે બેન્કમા પીવાના પાણીની સુવિધા નથી. બેન્કમા ગામડામાંથી આવતા ગ્રાહકો માટે શૌચાલય અન્ય સુવિધાઓ નથી અને જે ટેક્સ બેન્ક પેમેન્ટ ચાર્જ કરે છે તે મુજબ સુવિધા ન હોઇ ગ્રાહકો રજુઆત કરી હતી. આદિવાસી જાગૃત સભ્યએ પણ રજૂઆત કરી હતી. જેમા આદિવાસી ગ્રાહકો સાથે તોછડું વર્તનથી લઈ અનેક પ્રશ્નો ફરિયાદને લઈ કરાયા હતા. એસબીઆઈનો કાર્યક્મમા ફક્ત બ્રાન્ચ મેનેજર આવ્યા હતા. અન્ય કોઈ આવ્યું ન હતુ. જેથી કાર્યક્મનો ફિયાસ્કો થયો હતો.

જે ફરિયાદ કરાઈ છે તે બાબતે ધ્યા ન આપીશું, પાણી અન્ય સુવિધા બાબતે તત્કાલ કાર્યવાહી કરીશું
બેન્કના હાથમા લોન આપવાનું નથી. ઉપર રજુઆત કરજો. પાણી અન્ય સુવિધાઓ ચાલુ કરીશું. બેન્ક બધા સાથે સારો વ્યવહાર કરશે. આજે જાગૃતી કાર્યક્મ હતો. પણ જે આવ્યા એમને માર્ગદશન આપ્યું છે. અને રજુઆત સાભળી છે. - મોહનલાલ ચૌધરી, એસબીઆઈ બ્રાન્ચ મેનેજર, નસવાડી (ટેલિફોનિક વાત)

બેન્કવાળાએ બોલાવ્યા માટે વિદ્યાર્થી ઓને મોકલ્યા હતા, જાગૃતિ કાર્યક્મ હોઇ બોલાવ્યા હતા
આઈટીઆઈના વિદ્યાર્થીઓને સ્ટેટ બેન્કના કાર્યક્મમા બેન્ક દ્વારા બોલાવવામાં આવ્યા હતા. જેને લઈ અમે મોકલ્યા હતા. રીશેષ હોય મોકલ્યા હતા. અમે બેન્કવાળાને ન કહ્યું જાગૃતિ કાર્યક્મ આઈટીઆઈમા કરો. પણ તેઓ રૂબરૂ આવ્યા. જેને લઈ વિદ્યાર્થીઓને મોકલ્યા હતા. - કમલેશભાઈ તડવી, આચાર્ય, આઈટીઆઈ, નસવાડી

અન્ય સમાચારો પણ છે...