તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:ગોયાવાંટમાં કોવિડ સેન્ટર ચાલુ કરી ગામને કોરોના મુકત બનાવવા સરપંચનો પ્રયાસ

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાનોએ ગ્રામજનોના ઘરે જઈ સમજ આપી કોરોનાથી જાગૃત કર્યા

કોરોના વાઇરસની મહામારીને દૂર કરવા હવે ગામડામાં સૌથી મોટી જવાબદારી હોય તો તે સરપંચની છે અને સાથે જાગૃત યુવાનો આ વાઇરસની સામે લડવા આગળ આવું પડશે તેવા સંકલ્પ સાથે ગોયાવાંટ ગામે કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવેલો છે. કોરોના મુકત ગામ બનાવવા માટે ગામના સરપંચ તથા ગામ આગેવાનો તથા નવયુવાનો ગામમાં ઉકાળો પીવડાવી સાથે ગ્રામજનોને કોવિડ સેન્ટર પર બોલાવી તપાસ કરાવી યોગ્ય સારવાર મળી રહે તે માટે ગામમાં જાગૃતા દાખવી રહયા છે, જે રીતે ગ્રામ્ય વિસ્તારોમા હવે કોરોના વાયરસ ફેલાય ગયો છે તેનાથી લોકોને ભય છે અને ગ્રામજનો ખાસ સારવાર કરાવવા ભય ના માર્યા આગળ આવતા નથી.

તેવામા સરપંચ મહેશભાઈ રાઠવા સાથે ગામના જાગૃત યુવાનો અને આશા ફેસિલેટર કલ્પનાબેન રાઠવા તેમજ અન્ય વડીલો પણ આગળ આવ્યા છે અને કોરોના વાઇરસની સમજ સાથે શું કરવાની સમજ અપાઈ રહી છે. નસવાડી તાલુકાના ગામે ગામના સરપંચો, યુવાનોએ હવે આગળ આવવું જરૂરી છે. તોજ કોરોના વાઇરસની બીમારીથી લડી શકાશે. હાલ તો ગોયાવાટ ગામમા જાગૃતિ સાથેનો પ્રયાસ બિરદાવવા લાયક છે.

અન્ય સમાચારો પણ છે...