છોટાઉદેપુરના લોકોની અનોખી પહેલ:ચૂંટણીમાં સરપંચ ઉમેદવાર દારૂનું વિતરણ કરશે તેને 5.50 લાખનો દંડ કરાશે

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચૂંટણી વખતે દારૂની રેલમછેલ બંધ કરવા બેઠક યોજાઇ. - Divya Bhaskar
ચૂંટણી વખતે દારૂની રેલમછેલ બંધ કરવા બેઠક યોજાઇ.
  • સિંધીકુવા (રો) ,રોજીયા , રોજીયા ન.વ.વડદલી, કંકુવાસણ ગામોમાં અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા ઠરાવ
  • વડદલીની બેઠકમાં ચર્ચા : સરપંચ, સભ્યો, ગ્રામજનો જાતે ફરિયાદ કરશે અને ચૂંટણીમાં દારૂ આપનારને જાતે પકડશે

નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. ત્યારે કેટલાય ગામ એવા છે જે અસામાજીક પ્રવૃત્તિથી સુરક્ષિત પણ છે અને જે ગામમાં અસામાજીક પ્રવૃત્તિઓ ચાલે છે તેને બંધ કરાવવા ગ્રામ પંચાયત પગલાં પણ લઈ રહી છે. ત્યારે નસવાડી નજીક સિંધીકુવા(રો) જૂથ ગ્રામ પંચાયતમાં આવતા 5 ગામ સિંધીકુવા (રો), રોજીયા, રોજીયા ન.વ.વડદલી, કંકુવાસણ. ન. વ ના ગ્રામજનો તેમના ગામના દારૂનું દુષણ અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરાવવા આગળ આવ્યા છે.

વડદલી ગામે બેઠકનું આયોજન કરી નવીન બનેલ સરપંચ પતિ ભરતભાઈ ભીલ અને તેમના યુવા સાથીઓમાં આદિવાસી સંગઠનો તેમની વહારે આવી દારૂને લઈ કાર્યવાહી કરવાનું નક્કી કર્યું હોય સૌથી પહેલા ચૂંટણી વખતે જે સરપંચ ઉમેદવાર દારૂનું મતદારોને વિતરણ કરે તો તેને 5.50 લાખ રૂપિયાનો દંડ લેવાનો નિયમ મુંજબ સૌની સંમતિથી ઠરાવ કરાયો છે.

તેમજ અન્ય રાજકીય ચૂંટણીઓ આવે ત્યારે પણ સિંધીકુવા(રો) ગ્રામ પંચાયતના 5 ગામમાં કોઈપણ પક્ષ દારૂનું વિતરણ કરે તો તેમની સામે ગ્રામ પંચાયત સરપંચ સભ્યો ગ્રામજનો જાતે ફરિયાદ કરશે અને દારૂને જાતે તેઓ ચૂંટણીમાં વહેચતા પકડશે બાબત ચર્ચા કરાઈ છે.

સાથે દારૂ વેચનારને 5.50 લાખનો દંડ અને તેની સામે ચૂંટણી અધિકારી કાયદેસર પગલાં ભરે તેવી પણ માગ કરવાનું ઠરાવ કરાયો છે. એકંદરે દારૂના દુષણ તેમજ અન્ય ચાર્લી રહેલ પ્રવૃત્તિને અટકાવવા સિંધીકુવા(રો)ના સરપંચ પહેલ કરી છે અને અન્ય સરપંચો પણ આ રીતે કાર્ય કરવાનું નક્કી કરી રહ્યા છે.

ગ્રામજનોની સુરક્ષાને લઈ આ ઠરાવ કરાયો છે
ચૂંટણી વખતે દારૂનું વેચાણ થાય છે. જેને લઈ ખાસ મહિલાઓ હેરાન થાય છે. મોટા ભાગના ગ્રામજનો ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. ત્યારે ચૂંટણી વખતે દારૂ આપનારા સામે દંડની કાર્યવાહી કરવાનો ઠરાવ કર્યો છે. બધા ભેગા મળી આ નિયમ બનાવ્યો છે. ગમે તે ચૂંટણી વખતે ગમે તે પક્ષ દારૂ વહેંચશે તો કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. ગ્રામજનોની સુરક્ષાને લઈ આ ઠરાવ કર્યો છે. -ભરતભાઈ ભીલ, સરપંચ પતિ, પંચાયત સિંધીકુવા(રો)

અન્ય સમાચારો પણ છે...