ગૌરવ:કડુલી-મહુડી ગામનો સંદીપ જયસ્વાલ બનશે તીરંદાજી સ્પર્ધાનો નેશનલ જજ

નસવાડી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંદીપ જયસ્વાલ - Divya Bhaskar
સંદીપ જયસ્વાલ
  • સફળતાનો શ્રેય મારા ગુરુ દિનેશભાઈ ભીલને આપુ છું : સદીપ જયસ્વાલ

મન હોય તો માંડવે જવાય કહેવતને સિદ્ધ નસવાડીના ડુંગર વિસ્તારના કડુલી-મહુડીના સંદીપ જયસ્વાલ કરી બતાવ્યો છે. નસવાડી તાલુકાના કડુલી-મહુડી ગામનો યુવાન સંદીપ જયસ્વાલ ભારતીય તીરંદાજી સંઘ દ્વારા અમરાવતી (મહારાષ્ટ્ર) ખાતે આયોજીત વેસ્ટ ઝોન જજ સેમિનાર ચાલી રહ્યો છે. જેમાં સમગ્ર ભારતમાંથી અલગ અલગ રાજ્ય તીરંદાજી સંઘના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. તેમાં ગુજરાત રાજ્ય તીરંદાજી સંઘમાંથી સંદીપ જયસ્વાલ પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. નસવાડી એકલવ્ય તિરંદાજી એકેડેમીમાંથી તીરંદાજીની તાલીમ લઈ રાષ્ટ્ર કક્ષાએ વિજેતા રહી ચૂકેલ સંદીપ હવે રાષ્ટ્ર કક્ષાએ જજ બનશે.

આગામી સમયમાં થનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં જજ તરીકેની નિમણુકતા મેળવશે. ગુજરાત રાજ્યમાંથી આવી ઉપલબ્ધિ મેળવનાર પ્રથમ તીરંદાજ સંદીપ જયસ્વાલ. આ બધી સફળતાનો શ્રેય તેઓ તેમના ગુરુ દિનેશભાઈ ભીલ(તીરંદાજ) ને આપી રહ્યા છે. સંદીપ જયસ્વાલ જજ બનવાની ખબર તાલુકામાં પડતા ગ્રામજનો શુભેચ્છાઓ પાઠવી છે અને જયસ્વાલ પરિવાર સમાજનું નામ રોશન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...