રોષ:સાકળ(પી), આમતાના નવા બનેલા રોડ પર નવીન રોડને ખોદી નંખાતા રોષ

નસવાડી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણીપુરવઠા ખાતાએ ત્રણ જગ્યાએથી પાઇપ પસાર રોડ ખોદી નાખ્યો
  • જેસીબી પાઇપ લાઈનના પુરાણમાં રોડના મેટલ પણ ઉખેડી પુરી રહી છે

આઝાદી ના સાત દાયકા બાદ ડુંગર વિસ્તારમાં સરળતાથી જઈ શકાય તેવો નવીન ડામર રોડ સાકળ(પી), આમતા રોડ 2.76 કરોડના ખર્ચે હાલ બની રહ્યો છે. જે રોડ માટે પીપળવાળી, ખેંદા, છોટીઉમર, કુપ્પા,ડબ્બા, વાડિયા, આમતા, ગનીયાબારી, સાંકડીબારી, ખોખરા તેમજ અન્ય ગામડાના લોકો કેટલાય દુઃખ વેઠી બૂમો પાડી આ રોડ મંજૂર કરાવ્યો છે. હાલ ડામર રોડની કામગીરીમાં એકબાજુ મેટલ તો ઉખડી ગયા છે. પરંતુ નવીન રોડની મેટલને લગતી કામગીરીમાં શનિવાર સવાર સુધી આ રોડની આજુબાજુમાં પાઇપ લાઈન નાખવાની કામગીરી કરાઈ ન હતી.

જ્યારે રવિવારના રોજ આજુબાજુના ગ્રામજનો રોડ ઉપરથી પસાર થયા હોય ત્રણ જેસીબી મશીન આ રોડ ઉપર પાણી પુરવઠાને લગતી કામગીરીને લઈ રોડની બાજુમાં પાઇપ નાખતા હતા. જેની માટી રોડ ઉપર મેટલ કામ કરેલ તેના ઉપર નાખતા હતા અને તેજ માટી પુરાણમાં લેતા રોડના મેટલ પણ ઉખેડી પુરાણમાં જતા હતા. એટલે રોડની કરેલ કામગીરી ખરાબ થઈ છે.બીજી બાજુ હવે જ્યાં સુધી માટી એકદમ ઉપરથી સફાઈ નય થાય ત્યાં સુધી ડામર ઉપર ચોંટશે કઈ રીતે. એકદરે એક વિકાસલક્ષી કામ થાય તો બીજા વિકાસલક્ષી કામનું નુકસાન કેટલું યોગ્ય.

નસવાડી પંચાયત આર એન્ડ બીના અધિકારીઓ અને કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાના અધિકારીઓ વચ્ચે કામગીરીને લઈ તાલમેલ ન હોય. જેને લઈ કુપ્પા જૂથ યોજનાની એજન્સી અને ડામર રોડ બનાવતી એજન્સી આડેધડ કામગીરી કરી હોવાનું સ્થાનિક ગ્રામજનો જણાવી રહ્યા હોય વર્ષો પછી વિકાસલક્ષી થયેલ કામગીરીની ગુણવતા કઈ રીતે જળવાશેના પ્રશ્ન ઉઠ્યા છે.

પાઇપ લાઈન નાખવા ખોદેલ માટી રોડ ઉપરથી લેતા મેટલ પણ ઉખડ્યા
પાણીની લાઈન ખોદતા માટી રોડ ઉપર નખાઈ એજ માટી પુરાણ માટે લેવાતા રોડના મેટલ પર ઉખડ્યા. હવે આ કામગીરીની ગુણવતા બાબતે કોણ ધ્યાન આપશે?

હવે લાઈન ખોદી માટી ઉપર નખાઈ કામ થાય છે કે મજાક કરાય છે
રોડનું કામ કરાઈ રહ્યું છે. હવે ડામર ઉપર થશે. હમણાં પાણીની લાઈન ખોદી છે એની માટી રોડ ઉપર હવે ફરી મેટલનું કામ થવાનું નથી. એના ઉપર ડામર રોડ થશે. તો માટી નીકળશે કઈ રીતે. ડામર ચોંટે કઈ રીતે ? સરકારી કામ થાય છે કે મજાક કરાય છે. કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નથી.> કાંતિભાઈ ભીલ, ગ્રામજન, વાડિયા

અન્ય સમાચારો પણ છે...