તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સાકળ(ત) બેઠકની મહિલાને 3 બાળકો હોવાથી ફોર્મ રદ કરાયું, અન્ય મહિલાએ ડમી ફોર્મ ભર્યું હોવાથી કોંગ્રેસની બેઠક જતાં બચી

નસવાડી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નસવાડીમાં જેને કોંગ્રેસે મેન્ડેટ આપ્યું તેનું ફોર્મ રદ થયું

નસવાડીમાં ઉમેદવાર ફોર્મ ભર્યા બાદ ઉમેદવાર ફોર્મની ચકાસણી થતી હોય છે. ત્યારે સાકળ(ત) બેઠક પર જે ઉમેદવાર ફોર્મ ભર્યુ હતું તે દિવસે જ ખબર પડી ગઈ હતી કે આ ફોર્મ રદ થવાનું છે. અને એ ફોર્મ પણ 3 દિવસ પહેલા ભરાયું હતું. ત્યારે સોમવારે ઉમેદવારી ફોર્મ ચકાસણી સમયે ફોર્મ રદ કરાયું હતું. જેમાં ઉમેદવાર મહિલા પ્રેમીલાબેન વિનોદભાઈ તડવીને પહેલું બાળક 2002મા અને બીજું બાળક 2008માં અને ત્રીજું બાળક 2010માં આમ ત્રણ બાળક છે. પરંતુ 3 ઓગસ્ટ 2006ના કાયદા મુજબ આ ફોર્મ રદ થતું હોય ફોર્મ રદ કરાયું હતું.

જે ફોર્મ રદ કરાયું તેનો જ મેન્ડેટ કોંગ્રેસ પક્ષ દ્વારા અપાયો હતો. પરંતુ ડમી ફોર્મમા સુમિત્રાબેન દામણભાઈ તડવીનું નામ હોય તેનું ફોર્મ માન્ય રખાયું હતું. આ બેઠક પર જો ડમી ફોર્મ ન હોત તો કોંગ્રેસની એક બેઠક એમ જ જતી રહેતી. કારણ કે માન્ય પક્ષના ઉમેદવાર ન હોય તો પછી બેઠક જવાની વાત થતી હતી. ત્યારે મોટી માત્રમા ફોર્મ ભરાતા હોય તો પક્ષે આ બાબતો પર પહેલાથી ધ્યાન રાખવાની જરૂર હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો