તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોબાળો:નસવાડીમાં ટ્રાયબલ ખેતીની કિટ ન મળતાં ખાતર ઓફિસમાં હોબાળો

નસવાડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોધલા બેઠકના તાલુકા પંચાયત સદસ્યના મતદારો લાભથી વંચિત રહ્યા
  • 0થી 20ના સ્કોરમાં હોવા છતાં કિટનો લાભ ન મળતા ફોર્મ ચકાસણી કરવા માગ

રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા કૃષિ વૈવિધયકરણ યોજના અંતર્ગત એક ખેડૂતને 250 રૂ લઈ યુરીયા 1 બેગ, પ્રોમ ઓર્ગેનિક 1 થેલી, મકાઈ 4 કીલો આમ ખેતીનું કીટ નસવાડી ટાઉનમાં આવેલ જી એ ટી એલ કેન્દ્ર પરથી અપાઈ રહ્યું છે. 3519 ખેડૂતોને આ લાભ આપવાનો છે. જેમાં 0થી 20 સ્કોર ધરાવતા ખેડૂત લાભાર્થીઓને લાભ આપવાની કામગીરી શરૂ કરાઈ છે.

હાલમા નસવાડી તાલુકાના 1500થી વધુ ખેડૂતોની યાદી આવી છે. ત્યારે નસવાડીના જી એ ટી એલ કેન્દ્ર પર મોધલા બેઠકના 9 ગામના તાલુકા પંચાયત સદસ્ય કનુભાઈ વણકર પોતાના મત વિસ્તારના ખેડૂતોને લાભ મળ્યો ન હોઇ અને નિયમ મુજબ ફોર્મ પણ ભર્યા હોઇ જેને લઈ તેમના મતદારોએ રજૂઆત કરી છે કે અમને કીટ મળતી નથી.

તો આવું કેમ. જેને લઈ તાલુકા સદસ્ય નસવાડીના જી એ ટી એક કેન્દ્ર પર પહોંચ્યાં હતા. અને ભારે કકળાટ કર્યો હતો. અને કીટનો લાભ કેમ અપાતો નથી તે બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી. જ્યારે ફોર્મ જિલ્લા પ્રાયોજના કચેરીમા ભરીને મોકલાય છે અને ત્યાંથી યાદી આવે તેમ કેન્દ્ર પરથી ખેડૂતોને કીટ અપાઈ રહ્યું હોવાનું ડેપો મેનેજર જણાવ્યું છે.

સરકાર ખેડૂતોને એક સરખું રાખે અને ખેતીની કિટ મળે તેવી અમારી માગ છે
મારા મત વિસ્તાર અને તાલુકાના અનેક ગામના ખેડૂતોને કીટનો લાભ મળ્યો નથી. અમને ખેડૂતો પૂછે છે તો શું કરવાનું. સરકાર ખેડૂતોને એક સરખું રાખે અને કીટ મળે તેવી માંગ છે. ફોર્મ ભરાયા છે તેની ચકાસણી કરાવીશું. > કનુભાઈ વણકર, તાલુકા સદસ્ય, મોધલા

યાદી જિલ્લા પ્રાયોજનામાંથી આવે છે અને અમે માત્ર તેનું વિતરણ કરીએ છીએ
એમના ફોર્મ ભર્યા હશે તે યાદીમા હાલ આવ્યા નથી. જિલ્લા પ્રાયોજનામાંથી યાદી આવે તેમ કીટ આપીએ છીએ. અમે તો વિતરણ કરીએ છે. જે યાદીમા નામ હોય તેમ કીટ આપીએ છીએ. > એન. આર. પટેલ, ડેપો મેનેજર, જી એ ટી એલ નસવાડી

અન્ય સમાચારો પણ છે...