તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:છોટાઉદેપુરમાં નરેગા યોજના હેઠળ 95 દિવસમાં રૂા.30 કરોડ ચૂકવાયા

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી ના પાયાકોઈ ગ્રામ પંચાયત માં કાસ ની કામગીરી કરતા મજૂરો સાથે સરપંચ. - Divya Bhaskar
નસવાડી ના પાયાકોઈ ગ્રામ પંચાયત માં કાસ ની કામગીરી કરતા મજૂરો સાથે સરપંચ.
  • નસવાડીના 7812 લોકોને રોજગારીના રૂા.4.74 કરોડ ચૂકવાયા
  • 6 તાલુકાના 50 હજાર લોકોને યોજનામાં રોજગારી મળી

ભારત સરકારની નરેગા યોજના હેઠળ છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં હાલ પુરપાટ ઝડપે કામગીરી કરાઈ રહી છે. જે કામગીરીની ઓનલાઈન નરેગા યોજનાની આંકડાકિય માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં 1 એપ્રિલ 2021 થી 4 જુલાઈ સુધી 95 દીવસની રોજગારીના આંકડામાં જિલ્લામાં 13,58,323 માનવ દિન ઉત્તપન્ન થયા 33,427 કુટુંબોને રોજગારી મળી, જેમાં 49,296 વ્યક્તિએ રોજગારી મેળવી, જેમાં કુલ 30 કરોડનું ચુકવણું ઓનલાઈન જેતે વ્યક્તિના ખાતામાં કરાયું છે.

નરેગા યોજનાની કામગીરીમાં તળાવ, માટીકામ રોડ, કાંસ સફાઈ, આંગણવાડી બાંધકામ, ચેકડેમની કામગીરી તેમજ અન્ય કામગીરીમાં મજૂરો કામગીરી કરી આ રોજગારી મેળવી છે. સાત દીવસ મજૂરો કામગીરી કરી ઓન લાઈન મસ્તરથી હાજરી ભરાય છે અને કામગીરીની રકમ સીધી તેમના ખાતામાં જમા થાય છે. નસવાડી તાલુકાના 212 ગામ હોય અને 60 ગ્રામ પંચાયત છે, જેમાં 7812 મજૂરો તરીકે વ્યક્તિ રોજગારી મેળવી છે અને 4.74 કરોડ મજૂરોને ચુકવણું કરાયું છે. હાલ તો નરેગા યોજના હેઠળ હજારો લોકોને રોજગારી મળે છે.

અન્ય સમાચારો પણ છે...