ગ્રામજનો દ્વારા વિરોધ:હરખોડ, કુંડા, ગનીયાબારી, સાંકડીબારી, ચાવરિયાના રસ્તા રૂ. 31 કરોડના ખર્ચે બનશે

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હરખોડ કુંડા ગનીયા બારી સાકડી બારી ના કાચા રસ્તા હોય લોકો સરકારી તંત્ર મુશ્કેલી ભોગવે છે.} ઈરફાન લકીવાલા - Divya Bhaskar
હરખોડ કુંડા ગનીયા બારી સાકડી બારી ના કાચા રસ્તા હોય લોકો સરકારી તંત્ર મુશ્કેલી ભોગવે છે.} ઈરફાન લકીવાલા
  • સારુ કામ નહીં થાય તો વિસ્તારના ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવશે
  • સ્ટ્રક્ચરના કામો વધુ હોવાથી એજન્સીઓએ અંદરો અંદર રિંગ ગોઠવી હોવાની વાતો વહેતી થઈ

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ગામડાના કાચા રસ્તા આઝાદીના વર્ષો બાદ પણ પાકા બન્યા ન હોય. ત્યારે સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવીની સતત રજુઆતને ધ્યાને લઇ નવી સરકારના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માર્ગ અને મકાન મંત્રી પુણેશ મોદીએ આ બાબતની ગંભીરતા તેમજ લોકોની મુશ્કેલી, સગર્ભા બહેનો, માતા, બાળકોના શિક્ષણની સુવિધાઓને ધ્યાને લઇ કાચા રસ્તા પાકા બનાવવા મજુર કર્યા છે. જેના ઓનલાઈન ટેન્ડર પણ પડી ગયા છે.

નસવાડીના ડુંગર વિસ્તારના ધારસિમેલથી હરખોડ, કુંડા સુધીનો 6 કિમીથી વધુનો કાચો રોડ જ્યારે ગનીયાબારી સાંકડીબારીનો 7 કિમીનો રોડ અને ડેકોચથી ચાવરિયાનો રોડ અંદાજીત 1 કિમીનો આમ આ 3 રોડ આઝાદીના વર્ષોથી કાચા છે. અને આ રોડ પર આવતા ગામડામા સરકારી તંત્ર એકજવાર જાય પછી જતું નથી. તેવી પરિસ્થિતિ છે. જ્યારે શિક્ષકો, આરોગ્ય લક્ષિ સેવા માટે જતા કર્મચારીઓ હેરાન થાય છે.

ખાસ ચોમાસામા બીમાર વ્યક્તિ હોય તો તે જીવી જાય તો બોવની પ્રાર્થના થતી હોય છે. અને સગર્ભા માતાથી લઈ રોજીંદુ જીવન જીવતા ગ્રામજનો કાચા રસ્તાની મુશ્કેલીઓથી દુઃખી થયા હોઇ આખરે આ કાચા રોડ હવે પાકા બનશે. જેના ઓનલાઈન ટેન્ડર પડી ગયા છે. જેતે એજન્સીઓ પણ ડુંગર વિસ્તારમા આ રોડની કામગીરી કરવા માટે સ્થળની મુલાકત પણ કરી છે. અને અંદાજીત 31 કરોડના રોડમાં આરસીસી સ્ટ્રક્ચરનું કામ વધુ હોય છે.

જેતે એજન્સીઓ અંદરો અંદર રીંગ બનાવીને કામગીરી લઈ સારા ભાવથી કામ કરવા માટે બેઠકો કરી છે. જ્યારે પંચાયત માર્ગ મકાન વિભાગ પણ વર્ષો બાદ જે પાકા રોડ સરકારે મંજુર કર્યા છે. તેનું કામ સારું થાય માટે તેઓ પણ કડક હાથે કામગીરી લેવાનું નક્કી કર્યું છે. હાલ તો વર્ષો બાદ પાકા રસ્તા નવીન બનશે ના ઓનલાઈન ટેન્ડર પડતા આદિવાસી વિસ્તારમા ખુશી છવાઈ છે.

મારો ધારાસભ્ય બન્યા બાદ જે સંકલ્પ હતો તે પૂરો થયો
વર્ષોથી કાચા રસ્તા પાકા બન્યા ન હોય લોકો ઝોલી કરી બીમાર વ્યક્તિ, સગર્ભા બહેનોને લઈ જતા હતા. ધારાસભ્ય બન્યા બાદ સતત હું આ રોડ નવા બને તે માટે રજુઆત કરતો હતો. કશું જોઈતું નથી. મારા નસવાડીના ડુંગર વિસ્તારના પાકા રસ્તા મજુર કરો અને જે રસ્તા મજુર થયા છે. હવે 31 કરોડના રોડના ટેન્ડર પડ્યા છે. વિધાનસભાની મારી ટર્મ પૂર્ણ થાય તે પહેલા મેં આ કામ કર્યું હોવાની મને ખુશી છે. હું ડુંગર વિસ્તારના ગ્રામજનોનું દુઃખ દૂર કર્યું છે. હવે નવા રોડ બનશે એજ ભાજપનો વિકાસ છેવાળાના માનવી સુધીનો જોઈ લેજો બધા. - અભેસિંહ તડવી, ધારાસભ્ય, સંખેડા​​​​​​​

અધિકારીઓ હાજર રહી સારું કામ કરાવે તેવી માગ
વર્ષો પછી અમારા ધારાસભ્યની રજુઆતથી રસ્તા મજુર થયા છે. અમારા માટે તો સોનાના સૂરજ સમાન છે. તેમનો સરકારનો આભાર માનીએ છે. બસ હવે પાકા રસ્તા સારા બને. કારણ કે રોજ અમારે રસ્તે ફરવાનું છે. કોન્ટ્રકટરો આડેધડ કામ કરી જતા રહેશે અને કામ ભગાર કરી રિપેરીંગ કરવાના વાયદા કરશે. અધિકારીઓ હાજર રહી કામગીરી કરાવે તેવી અમે માગ કરીશું. - ભરતભાઈ ડું ભીલ, ગામ, હરખોડ

અન્ય સમાચારો પણ છે...