હાલ ભર ઉનાળો ચાલી રહ્યો છે. અને કેટલાય ગામોમા પીવાના પાણી માટેના હવાતીયા છે. જ્યારે બીજી બાજુ નસવાડી નજીક આવેલ સોડત ગામ તરફ જતી પાણીની લાઈન તૂટી ગઈ છે. જે લાઈન તૂટેલ હોય તેના ખોદેલ ખાડામાંથી પાણી મોટી માત્રમા બહાર નીકળે છે. જે પાણી ચોખ્ખું છે. કેટલાય મહિનાથી આ પાણી નીકળતું હોઇ કોઈ ધ્યાન આપતું નથી. આ પાણી કલેડીયા જવાના મુખ્ય રોડ પર વહે છે. ખાસ તો રેલવે ગરનાળા આગળ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. તેમજ અન્ય આજુબાજુ રહેણાંક મકાનના ગટરનું પાણી પણ આજ જગ્યાએ વહેતુ રહે છે. જેને લઈ દરરોજ રેલાતા પાણીમાંથી લોકો વાહન ચાલકો પસાર થાય છે. અને હાલાકી ભોગવી રહ્યા છે.
સોડત ગામ નજીક આ લાઈન તૂટી ગયેલ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. ગ્રામજનો આ બાબતે અનેક વાર સ્થાનીક તંત્રને રજૂઆત કરી છે. પણ કોઈ સાંભળવા વાળું હવે છે નહીં. કારણ કે ભ્રષ્ટાચારમા વ્યસ્ત તંત્ર લોકોના પ્રશ્ન હલ કરતું નથી. તેવી વાતો હવે ચર્ચાઈ રહી છે. અનેક અધિકારીઓ આ રોડ પરથી પસાર થતા હોવા છતાંય ધ્યાન આપતા નથી અને જે રોડ સારો હતો તે સતત પાણી રહેતું હોય મોટા મોટા ખાડા પડી ગયા હોય લોકો વાહન ચાલકો હાલ વધુ હેરાન થાય છે. આ બાબતે ગ્રામ પંચાયત અને પાણી પુરવઠા બન્ને ભેગા મળી પ્રશ્નો હલ કરે તે જરૂરી બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.