તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ગેસ, કેરોસીનના ભાવ વધતા નસવાડી તાલુકાના ગ્રામજનો સિમેન્ટના ચૂલા લેવા માટે મજબૂર બન્યા

નસવાડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
વેચાણ માટે આવેલા સિમેન્ટના ચૂલા ખરીદતા ગ્રામજનો. - Divya Bhaskar
વેચાણ માટે આવેલા સિમેન્ટના ચૂલા ખરીદતા ગ્રામજનો.
 • આદિવાસી વિસ્તારના લોકોને ગેસ સિલિન્ડર લેવો પોસાય તેમ નથી

નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. ખાસ તો બધા જ લોકો ખેતી પર નિર્ભર છે. અને ખેતીમા જે પાક પાકે તે રીતે આદિવાસી વિસ્તારના લોકો પોતાનું જીવન જીવી રહ્યા છે. તેવામા સરકાર દ્વારા ગામડાની મહિલાઓ ચૂલા ફૂંકવાનું બંધ કરે તે હેતુથી રેશનકાર્ડમા મળતું કેરોસીન હજારો રેશનકાર્ડ ગ્રાહકોએ બધ કરાવ્યું અને ગેસ લીધા. ગેસના બોટલ હમણાં ભરાવવા હોય તો 800થી વધુ રૂપિયા જોઈએ. જ્યારે કેરોસીન પણ હમણાં રેશનકાર્ડનું મળે છે. તેનો ભાવ પણ 37 રૂા. લીટરથી વધુનો થયો છે. નસવાડીના કેરોસીન ડીલરને ત્યાં 1985/90 સુધી એક ટેન્કર 11 હજાર લીટરનું 16 હજારમા ભરાતું હતું. હમણાં એક ટેન્કર 4 લાખનું ભરાય છે.

પહેલાં 20થી વધુ ટેન્કર કેરોસીનના નસવાડી તાલુકામાં આવતા હતા. હમણાં માંડ 4 ટેન્કર કેરોસીનના આવે છે. ત્યારે કારમી મોંઘવારીએ માજા મૂકી છે. ત્યારે રોજગારી મેળવનારા પણ તક જોઈ ફાયદો ઉઠાવતા હોય છે. હાલ નસવાડી તાલુકાના ગામડામા સિમેન્ટના બનેલ ચૂલા વેચાણ માટે આવી રહ્યા છે. જે ચૂલા 50 રૂા. નંગ વેચાય છે અને ગામડાના લોકો પણ હવે ચૂલા ખરીદવા લાગ્યા છે. કેટલાય ગ્રામજનોના જણાવ્યા મુજબ લાકડા શોધી લાવવાના અને ખેડૂતોને લાકડા હોય છે. ત્યારે કેરોસીન અને ગેસ હવે પોસાય તેમ નથી. જેને લઈ ગામડામા જે ચૂલા વેચાણ માટે આવે છે તે લોકો ખરીદ કરવા મજબૂર બન્યા છે.

ગેસના ભાવ વધતા જાય છે તેમ ગેસના બોટલ હવે ગામડામાં લોકો બાજુ પર મુકી રહ્યા છે. આવનાર દિવસોમા સરકાર આ બાબતે ભાવ નહી ઘટાડે તો ગામડાની મહિલાઓ ફરી ચૂલા ફૂંકતી થઈ જશે. એ દિવસો દૂર નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો