તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેરાનગતિ:નસવાડીના સ્ટેશન રોડ વિસ્તારમાં ઉભરાતી ગટરોથી રહીશોને હાલાકી

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડીના રહેણાંક વિસ્તારની ગટરની પરિસ્થિતિ તસવીરમાં જણાય છે. - Divya Bhaskar
નસવાડીના રહેણાંક વિસ્તારની ગટરની પરિસ્થિતિ તસવીરમાં જણાય છે.
  • ખાટકી ફળિયાના પાછળના વિસ્તારમાં રહેતા ગ્રામજનો ઉભરાતી ગટરને લઈ હેરાન

સ્વચ્છ ભારત અમારું ગામ સુંદર ગામ વગેરે સ્વચ્છતાના સૂત્રો હાલ નસવાડી ગ્રામ પંચાયતની હદમા લાગુ પડતા નથી. નસવાડીના સ્ટેશન રોડમાં રહેતા ગ્રામજનોની રજૂઆત ગમે તેને કરો કોઈને કઈ ફરક પડતો નથી. હવે જિલ્લાના અધિકારીઓ પણ તાલુકાના પ્રશ્નો બાબતે ધ્યાન આપતા નથી. કારણ કે ગમેતે મીડિયામા લોકો પ્રશ્નના નિરાકરણ માટે પોકાર લગાવે છતાંય ધ્યાન અપાતું નથી. ગ્રામ પંચાયતના પ્રશ્નો ઠેરના ઠેર છે. તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે. ત્યારે હવે રજૂઆત કયા અને કોને કરવી.

નસવાડીના સ્ટેશન રોડના રહેણાંક વિસ્તારના ખાટકી ફળીયાના પાછળના વિસ્તારના રહેતા ગ્રામજનો ઉભરાતી ગટરને લઈ હેરાન છે. પરિસ્થિતિ એવી છે કે ગ્રામજનો પોતાના ઘરના પાછળના દરવાજા પાસે ઉભા રહી શકતા નથી. પાણી વેરા, લાઈટ વેરા ગ્રામ પંચાયત ઉઘરાવે છે. પરંતુ કામગીરી બાબતે ધ્યાન આપતા નથી. હાલ ગટરના દૂષિત પાણી એવા દુર્ગંધ મારે છે કે વાત ન પૂછો. છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી આ કામગીરી બાબતે નસવાડી ગ્રામ પંચાયતને સીધા સૂચન કરે એ જરૂરી બન્યું છે. હવે પ્રશ્નો હલ કોણ કરશે તે ચર્ચાઓ ઉઠી છે. લાખ્ખો રૂપિયા વિકાસના કામ પાછળ વપરાય પણ ગ્રામજનોના પ્રશ્નો હલ ક્યારે થશે?

અન્ય સમાચારો પણ છે...