ભાસ્કર વિશેષ:નસવાડી સ્ટેશન ખાતે પેવર બ્લોકના કામનું નિરીક્ષણ કરવા ગયેલા ધારાસભ્યને ગટરની સમસ્યા નિવારવા રજૂઆત

નસવાડી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તા.પં. પ્રમુખ, લઘુમતી મોરચા ઉપપ્રમુખ સાથે મૂલાકત કરી ગ્રામજનોના પ્રશ્ન સાંભળ્યા

નસવાડી ટાઉનમાં છોટાઉદેપુર જિલ્લા માર્ગ અને મકાન વિભાગની કામગીરીમાં નસવાડીના સ્ટેશન રોડ પર હાલ પેવર બ્લોક બેસાડવાની કામગીરી ચાલી રહી છે. જે કામગીરીમાં નસવાડીના રેલવે ફાટકથી નવીન બનેલ સ્લેબ ડ્રેઈન સુધી પેવર બ્લોક બેસાડવાની કામગીરી કરાઈ રહી છે. સંખેડા ધારાસભ્ય અભેસિંગ તડવી સાથે તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવા સાથે ભાજપ જિલ્લા લઘુમતી મોરચા ઉપપ્રમુખ અંકુ મેમણ ટાઉનમાંથી પસાર થતા હોય પેવર બ્લોકની કામગીરી જોવા ઉભા રહ્યા હતા.

નસવાડીના સ્ટેશન રોડ વિસ્તારમાં ધારાસભ્ય જાતે દુકાનો પર મુલાકાત કરી હતી. સાથે પેવર બ્લોકની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. નસવાડીના સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા ગ્રામજનોએ સંખેડા ધારાસભ્યને વિસ્તારની ગટરની સમસ્યાની રજૂઆત કરી હતી. જે રજૂઆત સાંભળ્યા બાદ ગ્રામજનોનો પ્રશ્ન બધા ભેગા થઈ હલ કરવા સૂચન કર્યું છે. નસવાડી ટાઉન મોટો વિસ્તાર હોય ભાજપના કાર્યકરો પણ જે વિસ્તારમાં લોક પ્રશ્ન હોય તે જોઈ અને ગ્રામ પંચાયત સાથે ચર્ચા કરી હલ કરવા સૂચનો કરાયા છે. એકંદરે અચાનક ધારાસભ્યની મુલાકતથી ગ્રામજનો ખુશ થયા હતા.