રેકી કરીની તપાસ:ઘરફોડ ચોરી કરનાર સીકલીગર ગેંગ પાસે ચોરીનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું

નસવાડી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડી પોલીસે ઘરફોડ ચોરી કરનાર સિકલીગર ગેંગ પાસે ચોરી કરેલ મકાનો પર રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. - Divya Bhaskar
નસવાડી પોલીસે ઘરફોડ ચોરી કરનાર સિકલીગર ગેંગ પાસે ચોરી કરેલ મકાનો પર રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું.
  • નસવાડીમાં 2 અને તણખલા ગામમાં 2 ઘરમાં ચોરી કરી હતી
  • ઘરમાં કઈ રીતે ઘૂસ્યા, કોણે મદદ કરી, રેકી કરીની તપાસ કરાઈ

નસવાડી ટાઉન અને તણખલા ગામે થયેલ ઘરફોડ ચોરીના ગુન્હામા નસવાડી પોલીસે 2 દિવસના સીકલીગર ગેંગના રિમાન્ડ મેળવ્યા બાદ હવે પોલીસ આ ગેંગને નસવાડી અને તણખલાના જે મકાનોમા ઘરફોડ ચોરી કરેલ તે પહેલા કઈ રીતે રેકી કરી અને પછી ચોરી કરવા પ્લાન બનાવ્યો કઈ રીતે ઘરમા પ્રવેશ કર્યો બાબતે નસવાડી પોલીસ નસવાડી અને તણખલા ગામે સીકલીગર ગેંગને લઈ ગયેલ હતી.

ખાસ તો નસવાડી ટાઉનના જલારામ મંદિર પાસે રહેતા સોની પરિવારને ત્યાં સીકલીગર ગેંગ 10.22 લાખની ચોરી કરી હતી. જે ચોરીમા રોકડ રકમ અને સોના-ચાંદીના ઘરેણાં લઈ કઈ રીતે ગયા, કોઈ મોટું વાહન લઈ આવ્યા હતા. કેટલા લોકો ઘરમા ઘૂસ્યા હતા. ઘર નજીક આવેલ જલારામ મંદિર પાસે જ હોમગાર્ડ જવાનનો પોલીસ પોઈન્ટ છે. તો ચોરી રાતના વહેલી સવારના કરી હતી તે બાબતે પૂછપરછ કરી છે.

સીકલીગર ગેંગને સોની પરિવારના ઘરે લાવતા જ મોટી માત્રમા લોકો આ ગેંગને જોવા ઉમટ્યા હતા. સોની પરિવાર આ ગેંગને કડક સજા થાય તેવી માગ કરી છે. અને ચોરાયેલ વસ્તુ રોકડ રકમ જલ્દી પોલીસ કબજે કરી આપે તેવી આશા જાગી છે. નસવાડીના વૃદાવન સોસાયટીમાં રહેતા પરિવારે તેમના બંધ મકાનની મજબૂત ગ્રીલ તોડી કઈ રીતે તે આ ગેંગ પાસે જાણવું છે નું જણાવેલ છે. તણખલાના શિક્ષક પણ તસ્કરો ચોરી કરી કઈ રીતે જાણવાની વાત કરી છે. હાલ તો પોલીસ 2 દિવસના રિમાન્ડ પર આ ગેંગ હોઇ વધુ કડી મળે તેવા પ્રયાસમાં લાગી છે.

અન્ય સમાચારો પણ છે...