સમાધાન:નસવાડીમાં ધરણાં પર બેઠેલા કોંગી સભ્યો સાથે સમાધાન કરાયું

નસવાડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ભાજપ પ્રમુખ, બરોડા ડેરી ઉપપ્રમુખે કોંગી સભ્યોને પારણા કરાવ્યા

નસવાડી તાલુકા પંચાયતમાં નાણાપંચની 4 કરોડની ગ્રાન્ટ ફાળવાયેલ હોય જેમાં વિકાસલક્ષી કામોમાં કોંગ્રેસના ચૂંટાયેલા 9 સભ્યોને વિકાસલક્ષી કામ આપવામાં આવ્યું ન હોય જેને લઈ નસવાડી તાલુકા પંચાયતના સભ્યો 10 દિવસથી ધરણાં પ્રદર્શન કરી રહ્યા હતા. આખરે રવિવારે સાંજના છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશમી વસાવા, બરોડા ડેરીના ઉપપ્રમુખ જી.બી.સોલંકી સાથે સંખેડા માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ, કોંગ્રેસ તાલુકા પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકી કોંગેસના ધરણાં સ્થળે પહોંચ્યાં હતા અને કલાક સુધી ચર્ચા કરી હતી.

જેમાં ખાસ તો સરકારનો 15મા નાણાપંચની ગાઈડલાઈનનો પરિપત્ર છે તે વાંચ્યો હતો. ત્યારબાદ વિકાસલક્ષી કામગીરી ભાજપ સરકારનું સૂત્ર છે. સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ સાથે આ સમાધાન થયું છેનું જિલ્લા પ્રમુખ જણાવ્યું છે. સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી, નસવાડી તાલુકા ભાજપ પ્રમુખ અને જિલ્લા ભાજપ મહામંત્રી ડી. એફ. પરમાર સાથે કોંગ્રેસના ધરણા પ્રદશનના સમાધાન માટે ચર્ચા કરાઈ હતી અને અંતે 11મા દિવસે વિકાસલક્ષી કામોનું સુખદ સમાધાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...