તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંસ્કૃતિ:નસવાડીમાં કાચા મકાનોને દિવાળીને લઈ ચમકતી માટીથી લીંપણ કરાયા

નસવાડી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
નસવાડીના ખોડિયા ગામે મહિલા કાચા ઘરને માટીથી લીંપણ કરે છે. - Divya Bhaskar
નસવાડીના ખોડિયા ગામે મહિલા કાચા ઘરને માટીથી લીંપણ કરે છે.
 • લીંપણમાં ચમક આવે માટે ડાંગરની રાળનો ભૂકો નખાય છે

પધારો મારા દેશ કારણ એજ છે દિવાળીના તહેવારને લઈ આદિવાસીની સંસ્કૃતિ મુજબ હજુપણ કાચા મકાનો છે. જેની દિવાલ કાચી હોય છે. દિવાળીના તહેવારમા આદિવાસી વિસ્તારમા બજારમાં મળતા મોંઘાદાટ કલરનો ઉપયોગ નથી કરતો. પરંતુ આ સૃષ્ટી ઉપર કુદરતે અવનવી અનેક જરૂરી એવી ભેટો માનવીને આપી છે. જેનો ઉપયોગ મનુષ્ય સદીઓથી કરતો આવ્યો છે. તેમાં માટીના નોખા અનોખા પ્રયોગ ઘણી જ જરૂરિયાત પૂરી પાડે છે. આજે પણ નસવાડી તાલુકાના આદિવાસી વિસ્તારોમાં ગામડામાં માટીના લીંપણવાળા મકાનો હયાત છે. શુભ અશુભ પ્રસંગે માટી ઉપયોગી છે.

ગામડાઓમાં લગ્ન હોય મરણ હોય દિવાળી હોય કે હોળી હોય ઘરની મહિલાઓ ઘરની શોભા કરવા માટે માટીમા ડાંગરની રાળ અને ભેંસનું છાણ ભેગું કરી ઘરની કાચી દિવાલોને લીંપણ કરે છે અને શોભા વધારે છે. માટી પણ એવી હોય છે કે તેનું લેબ ટેસ્ટ કરાય તો વધુ ગુણવત્તા વાળી હોય છે. હાલ નસવાડી તાલુકામાં દિવાળીના તહેવારને લઈ ગામડાની મહિલાઓ ઘરનું લીંપણ કરી પોતાના ઘરની શોભા વધારી રહી છે. ત્યારે આદિવાસી વિસ્તારમાં હજુ ગામડામા જૂની પરંપરા ચાલી રહી છે અને નવા વર્ષમા આવતા ઘરે મહેમાનો પણ કાચા ઘરો એક નજરે જોયા કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો