રજૂઆત:નસવાડીના ડુંગર વિસ્તારમાં પાકા રસ્તા બનાવવા CMને રાવ

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંખેડાના ધારાસભ્ય દ્વારા બોડેલી ખાતે કાર્યક્રમમાં આવેલા CMને રજૂઆત કરાઈ
  • સ્પેશિયલ પેકેજ જાહેર કરી આ રસ્તાઓ બનાવવા માગ

સખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી ધારાસભ્ય બન્યા ત્યારથી તેમની કામગીરીમા મોટા ભાગે કાચા રોડ, કોતરો પર મોટા સ્લેબ ડ્રેઈન, ખખડધજ રોડને નવીન બનાવવા, મોટી નદીઓ ઉપર પુલ બનાવવાની રજૂઆત સરકારમા કરતા આવ્યા છે. જેમાં નસવાડી તાલુકાના અનેક ગામડા ચોમાસાના ચાર માસ ભારે દુઃખ ભોગવતા હતા. જે ગામને ધારાસભ્યની રજૂઆત બાદ પાકા રોડ અને નાના સ્લેબ ડ્રેઇન બનાવી જોડાયા છે. પરંતુ નસવાડીના ડુંગર વિસ્તારના ધારસિમેલ હરખોડ, કુંડા, ગનીયાબારી, સાંકડીબારી તેમજ અન્ય ગામને જોડતા રોડ બન્યા નથી.

જેને લઈ હજુ પણ ડુંગર વિસ્તારના ગ્રામજનો 18મી સદીમાં જીવતા હોય તેમ દેખાઈ રહ્યું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામા પહેલીવાર નવા બનેલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બોડેલી ખાતે આવ્યા હતા. જ્યાં સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવીને નસવાડીના ડુંગર વિસ્તારના કાચા રસ્તા પાકા બનાવવા લેખીતમા રજૂઆત કરી માંગ કરી છે. અને આ રોડ સ્પેશ્યલ પેકેજમા લેવાય તેવી પણ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...