તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:રંગપુર પોલીસ સ્ટે.ની જીપ ભાખા ગામે ખાડામાં ઉતરી, પોલીસ વેનને જેસીબીની મદદથી બહાર કઢાઇ, મોટી ઘટના થતી અટકતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો

નસવાડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવારે 4 વાગે વરસાદ સાથે વળાંક હોઇ પોલીસ વેનના ડ્રાઈવરે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ઝાડ સાથે ભટકાઈ

કેવડીયા ખાતે હાલ રાજ્યથી લઈ દિલ્હીના નેતાઓ આવી રહ્યા છે. જેને લઈ પોલીસની દોડધામ વધી છે. ત્યારે છોટાઉદેપુરની રંગપુર પોલીસ સ્ટેશનની પોલીસ વેન વહેલી સવારના કેવડીયા બંદોબસ્તમાં જવા નીકળેલી હતી. નસવાડી આવતા પહેલા ભાખા ગામ પાસે વળાંકમા વેનના ડ્રાઇવરનો સ્ટેયરિંગ પર કાબૂ ન રહેતા પોલીસ વેન રોડની બાજુમાં ઉતરી ગઈ હતી અને મોટા વૃક્ષ સાથે ભટકાઈ હતી. જેને લઈ પોલીસ વેનને આગળના ભાગે નુકસાન થયું છે. નસવાડી પોલીસને આ ઘટનાની જાણ કરતા પોલીસ ત્યાં પહોંચી હતી. સદનસીબે વેનમાં ફક્ત ડ્રાઈવર હોવાનું જાણવા મળ્યું છે અને એ પણ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

નસવાડી પોલીસે ખાડામાં ઉતરી ગયેલી પોલીસ વેનને જેસીબીની મદદથી બહાર કાઢી છે. વીઆઈપીના બંદોબસ્તમાં પોલીસ જવાનોને રાત દિવસ દોડવું પડતું હોઇની વિસ્તારોમાં ભારે ચર્ચાઓ ઉઠી છે. ત્યારે મોટી ઘટના ટળી ગઈ હોય પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. નસવાડી પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરેલી છે.

અન્ય સમાચારો પણ છે...