ભાસ્કર વિશેષ:નસવાડીમાં રંગોળી બજાર ફીકું, ગત વર્ષ કરતાં વેપાર 50% ઘટ્યો

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે અગિયારસ પહેલાં 3 હજારનો વેપાર હતો, આ વર્ષે રૂ.1500નો રંગોળીનો વેપાર છે

નસવાડીમાં દિવાળીનો તહેવાર હવે નજીક આવ્યો છે, જેને લઈ અવનવા 20 રંગોમા રંગોળી પાવડર રેશમ દીવાલ કલર બજારમાં વેચાણમાં આવ્યો છે. દિવાળીની ઉજવણીની તૈયારીઓ દિવસો અગાઉથી શરૂ થઈ જાય છે. લોકો ઘરની સાફ સફાઈ કરી તેને શણગારે છે. માનવામાં આવે છે કે દિવાળીની રાત્રે માતા લક્ષ્મી સ્વયં ધરતી પર વિચરણ કરે છે. માતા લક્ષ્મી તે ઘરમાં પ્રવેશ કરે છે જે ઘર સ્વચ્છ હોય અને જેના આંગણામાં સુંદર રંગોળી માતાના સ્વાગત માટે બનેલી હોય.આ કારણથી જ દરેક ઘરના આંગણામાં સુંદર મજાની રંગોળી બનાવવામાં આવે છે.

રંગોળી બનાવવાનું ખાસ મહત્વ હોય છે. પરતું હાલ નસવાડીના બજારમાં રંગોળી વેચનારાને ત્યાં ગ્રાહકોનો અભાવ હોય. રાત સુધી રંગોળી વેચવા તેઓ બેસી રહે છે. જેઓએ રંગોળીની ખરીદ કરી છે તે વેપારીઓ પણ ચિંતિત બન્યા છે. નસવાડીના સંજય કનોજીયાના જણાવ્યા મુજબ અમો વર્ષોથી રંગોળીના કલરના પાવડર વેચી રહ્યા છે.

ગત વર્ષે આ દિવસે અગિયારસના આગલા દિવસે 3 હજારનો વેપાર હતો. જ્યારે આજે નસવાડીના બજાર અમો મધ્યમ વેપારી હોવા છતાંય રંગોળીનું પૂરતું વેચાણ નથી. ફક્ત 1500 રૂપિયાની રંગોળી વેચાઈ છે. હાલ દોઠ ટન જેટલી રંગોળીનો પાવડર ખરીદ કર્યો છે, પરંતુ ગ્રાહકી છે નહીં. નસવાડી ટાઉનમાં બધા જ વેપારીઓ ચિંતામાં છે કે રંગોળી વેચાશે કે નહીં. આમ તો અગિયારસના દિવસે રંગોળી ઘરે ઘર આંગણે સજાવતા હોય છે. પરંતુ બજારમાં ગ્રાહકો જોવા ન મળતા વેપારીઓ ચિંતિત બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...