રીટેન્ડર:ધારસીમેલ, હરખોડ, કુંડાના માર્ગો માટે 14 કરોડનું ટેન્ડર R&B રીટેન્ડર કરશે

નસવાડી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષોથી રસ્તા વગર પરેશાન 4000 લોકો વધુ દુ:ખી બનશે
  • ​​​​​​​આઝાદીના ​​​​​​​વર્ષો બાદ ટેન્ડરો પડ્યા પણ હજુ ઘોંચમાં છે

છોટાઉદેપુરના નસવાડીના ડુંગર વિસ્તારના ધારસીમેલ, હરખોડ, કુંડા અને ગનીયાબારી, સાંકડીબારી, કુપ્પા, ચાવરીયા રોડનું 32 કરોડનું ટેન્ડર જૂન માસમાં પડ્યું હતું. જે તે એજન્સીઓએ આ ટેન્ડરો ભર્યા હતા. જેમાં પ્રાઈમરી બીડ ખુલ્યા બાદ ગાંધીનગર ખાતે પી ક્યુ વિભાગમાં ટેન્ડરોને લગતી કાર્યવાહી કરાઇ હતી. જેમાં ગનીયાબારી, સાંકડીબારીનું ટેન્ડર 4 ટકા ઓછા ભાવે અંબિકા કન્સ્ટ્રકશનનું મંજૂર રખાયું. જ્યારે હરખોડ કુંડાનું ટેન્ડર કેમ ખોલ્યું નહીં તે પ્રશ્નનો જવાબ કોઈ પાસે નથી.

છોટાઉદેપુર સાંસદ અને સંખેડા ધારાસભ્યને પ્રાઈમરી બીડ ખુલ્યા બાદ કરોડોના ટેન્ડર કોના લાગશે તેની ખબર પડી હતી. તેમણે રાજ્યના મંત્રીને પત્ર લખી ટેન્ડરો ખુલ્યા બાદ જે એજન્સીનું કામ લાગવાનું છે તે કામ પૂરું નહીં કરે સહિત અન્ય કારણો પત્રમાં લખ્યા હતા. આખરે ધરસીમેલ હરખોડ કુંડાનું 14 કરોડનું ટેન્ડર ઘોચમાં પડ્યું. 3 માસ થયા ત્યારે ગાંધીનગર આર એન્ડ બી વિભાગે વડોદરા અધિક્ષક ઈંજેનરને પત્રથી હરખોડ કુંડાનું રી ટેન્ડર કરવા જણાવ્યું છે. જે વાત હવે ડુંગર વિસ્તારના વર્ષોથી રસ્તા વગર દુઃખ ભોગવતાં ગ્રામજનો સુધી પહોંચતાં તેઓ રોષે ભરાયા છે.

કારણકે રીટેન્ડર થાય તો ખુલે ક્યારે અને કામ શરૂ ક્યારે થાય તે પ્રશ્ન છે. તે પહેલા જો વિધાનસભાની ચૂંટણી આચારસંહિતા આવી જાય તો ફરી એ જ રસ્તા વગર વધુ દુઃખ ભોગવાનો વારો આવશે એમાં વાંક કોનો તેવા પ્રશ્નો ઉઠ્યા છે.

આર એન્ડ બીના ઇજેનરે ફોન રિસીવ ન કર્યા
આર એન્ડ બી ના ઇજેનરો 32 કરોડ ના ટેન્ડરોમા એક રોડનું ટેન્ડર ખોલ્યું. બીજું ટેન્ડર કેમ ખોલતા નથી તે બાબતે કહેવા કોઇ તૈયાર નથી. ફોનથી ઈંજેનરોને પૂછતાં તેઓ ફોન રિસિવ કર્યા ન હોઇ હાલ તો 14 કરોડનું ટેન્ડર ટલ્લે ચડ્યું છે તેનો કોઈ પાસે જવાબ નથી.

નેતાઓ ટેન્ડર રદ કરાવવામાં પડ્યા છે એનું મને દુઃખ છે
રી ટેન્ડર કરવાની વાત સાંભળી છે. એક જ ટેન્ડર મંજૂર રાખ્યું કેમ? વર્ષોથી દુઃખ ભોગવતાં હરખોડ, કુંડાના ગ્રામજનોને મારે કહેવું છે. કોંગ્રેસની સરકાર હવે બનશે તો આ રસ્તો બનશે. કારણ કે ખાત મુહૂર્ત કરવા અને લોકાર્પણ કરવા વાળાઓએ જ ટેન્ડર રદ કરવા પત્ર લખ્યા હતા. હવે એ જ એજન્સી આવશે તો ફરી ટેન્ડર રદ કરાશે. વિધાનસભામાં આ મતદારો જ રસ્તાના દુઃખનો જવાબ આપશે. > ધીરુભાઈ ભીલ, કોંગેસ માજી ધારાસભ્ય, સંખેડા

3 મહિનાથી અમને જૂઠા વાયદા કરાય છે
અમે 4 હજાર લોકો વર્ષોથી દુઃખ ભોગવી રહ્યા છે. લોકસભા વખતે મતદાન બહિષ્કાર પણ કર્યો હતો. છતાંય પરિસ્થિતિ ન બદલાઈ. હમણાં ટેન્ડરો પડ્યા તો એજન્સીઓના એમના અંદરોઅંદર કકળાટને લઈ કામ ઘોંચમા પડ્યું. હવે ચૂંટણી આવશે શું રસ્તો બને. મત લેવા કોઈપણ નેતા આવે તો અમે બતાવીશું. કોઈ ધ્યાન આપતું નથી અમે સરપંચ હોઇ લોકો અમને કહે છે. > રમેશભાઈ ડું ભીલ, સરપંચ પુત્ર, આદિવાસી આગેવાન, હરખોડ

અન્ય સમાચારો પણ છે...